Connect with us

Bhavnagar

ભાવનગર પોલીસે ડમી કાંડમાં પોલીસ કોન્સ્ટેબલ અને તેના ભાઈ સહિત વધુ બે આરોપીને ઝડપી લીધા

Published

on

Bhavnagar police nabbed two more accused including a police constable and his brother in the dummy case

બરફવાળા

ડમીકાંડ કેસમાં SOGએ વધુ બે આરોપીની ધરપકડ કરી, અત્યાર સુધીમાં કુલ 38 આરોપીઓ ઝડપાયા

ભાવનગરમાં ડમીકાંડ કેસમાં SOG એ વધુ બે આરોપીની ધરપકડ કરી હતી. જેમાં દિનેશ બટુકરાય જેઓ બગદાણા પોલીસ મથકમાં પોલીસ કર્મી તરીકે ફરજ બજાવતો હતો, જેનો સગો ભાઈ ભદ્રેશકુમાર બટુકભાઇ રહે.પીપરલાના હતા.

Bhavnagar police nabbed two more accused including a police constable and his brother in the dummy case

ભાવનગરના બહુચર્ચિત ડમીકાંડમાં ભાવનગર એસ.ઓ.જી. પોલીસે વધુ બે આરોપીઓને ઝડપી લીધા હતા. ઝડપાયેલ શખ્સોમાં એક પોલીસ કોન્સ્ટેબલ અને બીજો તેનો ભાઈ છે. રાજ્યભરમાં ભારે ચકચારી બનેલા ડમીકાંડ પ્રકરણમાં ભાવનગર એસ.ઓ.જી.પોલીસે આજે વધુ બે આરોપી પોલીસ કોન્સ્ટેબલ દિનેશ બટુકરાય અને તેનો ભાઈ ભદ્રેશકુમાર બટુકભાઇ રહે.પીપરલાને ઝડપી લીધા છે. ઝડપાયેલ પોલીસ કોન્સ્ટેબલ દિનેશ પંડ્યાએ તેના ભાઈ ભદ્રેશના ડમી તરીકે સેનેટરી ઇન્સ્પેક્ટર ની પરીક્ષા આપી હતી. ડમીકાંડમાં આ બંને વિરુદ્ધ ફરિયાદ થઈ હતી પરંતુ હજુ સુધી આ બંને ફરાર હતા. ઉલ્લેખનીય છે કે ડમીકાંડ  પ્રકરણમાં પોલીસે અત્યાર સુધી 36 આરોપીને ઝડપી લીધા છે જે તમામ જેલ હવાલે છે. આજે વધુ બે ઝડપાતા અત્યાર સુધી ઝડપાયેલા આરોપીની સંખ્યા 38ની થવા પામી છે. હજુ પણ આ ડમીકાંડ પ્રકરણમાં 21 આરોપીઓ પકડાયા નથી.

Advertisement
error: Content is protected !!