Connect with us

Bhavnagar

ભાવનગર પોલીસે દાણાપીઠ વિસ્તારમાંથી ‘ભૂરા’ને ઝડપી પાડ્યો, 22 ચોરીનો ભેદ ઉકેલાયો

Published

on

Bhavnagar Police nabbed 'Bhura' from Danapith area, 22 theft cases solved

પવાર

ભુરો મૂળ સિહોરના સુરકાનો રહેવાસી ; સિહોર, સોનગઢ, પાલીતાણા સહિતના ગામોમાંથી કુલ 22 વાહનો ચોરી કર્યાની હકીકત ખુલ્લી

ભાવનગર શહેરમાં ખરીદી કરવા આવેલ એક આધેડનુ નવું નક્કોર સ્કૂટર ચોરાઈ જતાં સી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી. જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં વાહનચોરને ઝડપી લઈ 22 જેટલાં વાહનચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો છે. સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ ગીરનાર સોસાયટીમાં રહેતા અને પશુપાલન ના વ્યવસાય સાથે સંકળાયેલા અરજણ રાજાભાઈ ગત તા.7-5 ના રોજ રૂપિયા 80 હજારની કિંમતનું સ્કૂટર લઈને દરબારગઢ વિસ્તારમાં ખરીદી કરવા આવ્યાં હતાં, જયાં કપડાંની ખરીદી કરવા દુકાનમાં જતાં દુકાન બહાર પાર્ક કરેલ સ્કૂટર કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ફરાર થઈ જતાં આધેડે ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Bhavnagar Police nabbed 'Bhura' from Danapith area, 22 theft cases solved

જે ફરિયાદ આધારે સી-ડીવીઝન પોલીસની ટીમે ટેકનિકલ સોર્સીસ તથા નેત્ર સહિતની મદદથી દાણાપીઠ વિસ્તારમાં વોચમા હોય એ દરમ્યાન એક શખ્સ નંબરપ્લેટ વિનાનું સ્કૂટર લઈને પસાર થતાં પોલીસે આ શખ્સને અટકાવી નામ-સરનામું સાથે સ્કૂટરના દસ્તાવેજ તપાસ માટે માંગતા આટક કરાયેલ શખ્સે પોતાનું નામ મનસુખ ઉર્ફે ભૂરો ઉ.વ.35 રે.મોટાસુરકા તા.સિહોર વાળો હોવાનું જણાવેલ આ શખ્સ સ્કૂટર અંગે સંતોષકારક જવાબ કે કાગળ રજૂ ન કરી શકતાં પોલીસે તેને પોલીસ સ્ટેશનમાં લાવી સઘન પુછપરછ સાથે સ્કૂટરનો ચેસીસ નંબર પોકેટ કોપ એપમાં સર્ચ કરતાં આ સ્કૂટર દરબારગઢ સામેથી ચોરી થયેલ આધેડનુ હોવાનું ખુલતાં પોલીસે ભુરાની સઘન પુછતાછ કરતાં શહેરના વિવિધ વિસ્તારો ઉપરાંત સિહોર, સોનગઢ, પાલીતાણા સહિતના ગામોમાંથી કુલ 22 વાહનો ચોરી કર્યાની હકીકત ખુલતાં પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ચોરી કરેલ વાહનો કબ્જે કરવા સહિત વધુ પાસ હાથ ધરી છે.

Advertisement
error: Content is protected !!