Bhavnagar
ભાવનગર ; કેદારનાથ સાઈકલ દ્વારા જવા નીકળેલા યુવાનનું નારાયણ સેવા ટ્રસ્ટ દ્વારા સન્માન
Pvar
ભાવનગર ; જાફરાબાદના ખારવા સમાજના આશિષભાઈ ધીરુભાઈ સોલંકી જે માત્ર ૨૨ વર્ષના છે તેઓ જાફરાબાદથી કેદારનાથ કે જેનું અંતર ૧૫૮૬ કિલોમીટર થાય છે તે સાઈકલ લઈને એકલા જ આ યાત્રા પૂરી કરશે. જાફરાબાદથી જ્યારે દ્વારકા પગપાળા યાત્રા કરી ત્યારે જ તેમને આ વિચાર આવ્યો હતો. કુટુંબ, સમાજ અને ગામના લોકોએ એ તેમના આ વિચારને વધાવી લીધો અને પૂરતો સહકાર પણ આપ્યો છે. એક દિવસમાં ૧૦૦ કિલોમીટર સાયકલિંગ કરવાના લક્ષ્યાંક સાથે તેઓ ૨૦ દિવસમાં કેદારનાથ દાદાના દર્શનાર્થે પહોંચવાની આશા રાખે છે.
તેમની યાત્રાના આજના બીજા દિવસે તેઓ ભાવનગર પહોંચ્યા હતા, જેની જાણ નારાયણ સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી ઉદયભાઈ દવેને થતાં તેઓ બહારગામ હોવા છતાં ટીમ નારાયણ દ્વારા સાહસિક આશિષભાઈ સોલંકીનું નારાયણ સેવા ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને રસ્તામાં તેમને જરૂર પડતી વસ્તુઓ પૂરી પાડવામાં આવી હતી.