Bhavnagar
ભાવનગર મનપા સંચાલિત સ્વિમિંગ પુલો બની રહ્યા છે આશીર્વાદરૂપ ; રોજના 1600 જેટલા લોકો કરે છે સ્વિમિંગ
પવાર
હાલ જ્યારે આકારો ઉનાળો લોકોને ગરમીમાં પરસેવે નવરાવી રહ્યો છે ત્યારે લોકો પણ આ ગરમીથી બચવા થોડો સમય સ્વિમિંગપુલ ની મજા લઈ રહ્યા છે.ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત શહેરના બે સ્વિમિંગપુલો જેમાં સરદારનગર અને નિલમબાગ વિસ્તારમાં આવેલા બંને સ્વિમિંગપુલોમાં રોજના 1600 જેટલા લોકો સ્વિમિંગની મજા માણી રહયા છે.જ્યારે હાલ ઉનાળુ વેકેશનમાં નાના બાળકો પણ મોટી સંખ્યામાં સ્વિમિંગ શીખી રહ્યા છે. ઉનાળાના ધોમ તાપમાં ભાવનગર શહેરમાં લોકો મોટી સંખ્યામાં સ્વિમિંગ પુલની મજા માણતા નજરે પડી રહ્યા છે.ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત શહેરના સરદારનગર અને નિલમબાગ વિસ્તારમાં આવેલા સ્વિમિંગપુલો કે જ્યાં સામાન્ય લોકોને પણ પરવડે તેવી ફી સાથે લોકો સ્વિમિંગ શીખી રહ્યા છે તેમજ નિપુર્ણ લોકો સ્વિમિંગની મજા લઈ ગરમીથી રાહત મેળવવાની સાથે ફિઝિકલ મજબૂતાઈ પણ પ્રાપ્ત કરી રહ્યા છે.
હાલ જ્યારે વેકેશન ચાલી રહ્યું છે ત્યારે બાળકો મોટી સંખ્યામાં સ્વિમિંગ શીખી રહ્યા છે.તો નિયમિત સ્વિમિંગ કરતા લોકો પણ પોતાને ફિટ રાખવા સ્વિમિંગ કરતા નજરે પડે છે.સ્વિમિંગની કસરત એ અનેક પ્રકારે લાભદાયી છે. ઉનાળામાં લોકો અન્ય કસરત ન કરતા હોય ત્યારે સ્વિમિંગ તેના માટે આશીર્વાદરૂપ બની રહ્યું છે. શહેરના બંને સ્વિમિંગપુલોમાં ત્રણ પાળીમાં 1600 જેટલા લોકો સ્વિમિંગનો લાભ લઇ રહ્યા છે.સામાન્ય દિવસો અને ઠંડી ઋતુમાં અંદાજીત 160 લોકો સ્વિમિંગ નિયમિત કરતા હોય છે જ્યારે હાલ આકરા ઉનાળામાં તેની સંખ્યામાં ભારે વધારો જોવા મળી રહ્યો છે.જ્યારે મોટી ઉંમરના લોકો પણ નિયમિત સ્વિમિંગ કરી અનેક બીમારીઓ પર અંકુશ મેળવી રહ્યા છે.જ્યારે અહીંના સ્વિમિંગ કોચથી લોકો ભારે સંતુષ્ટ જોવા મળી રહ્યા છે.