Connect with us

Bhavnagar

વિદ્યાર્થીઓને મિત્રો, પ્રવાસ અને વાંચન અનિવાર્ય ગણાવતા શિક્ષણવિદ્ શ્રી નલીનભાઈ પંડિત

Published

on

Educationist Shri Nalinbhai Pandit called friends, travel and reading indispensable for students

દેવરાજ

  • ગ્રામદક્ષિણામૂર્તિ આંબલા ખાતે વિદ્યાર્થીઓનો વિદાય શુભેચ્છા કાર્યક્રમ યોજાયો

શ્રી ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા ખાતે વિધાર્થીઓનો વિદાય શુભેચ્છા કાર્યક્રમ યોજાયો તે પ્રસંગે શિક્ષણવિદ્ શ્રી નલીનભાઈ પંડિતે વિદ્યાર્થીઓને મિત્રો, પ્રવાસ અને વાંચન અનિવાર્ય ગણાવતા તે જીવનભર ઉપયોગી રહેશે તેમ શીખ આપી હતી. ગોહિલવાડના ગૌરવરૂપ આંબલા સ્થિત રાષ્ટ્રીય વિરાસત શાળા શ્રી ગ્રામદક્ષિણામૂર્તિ સંસ્થામાં ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓને વિદાય અને ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓને શુભેચ્છા માટે કાર્યક્રમ યોજાઈ ગયો. વિદ્યાર્થીઓને સંબોધન આપતા શિક્ષણવિદ્ શ્રી નલીનભાઈ પંડિતે આવતા દિવસો અને કારકિર્દી માટે શુભકામનાઓ પાઠવી. મિત્રો, પ્રવાસ અને વાંચન અનિવાર્ય ગણાવતા તે જીવનભર ઉપયોગી રહેશે તેમ શીખ આપી અને ભ્રષ્ટાચાર મુક્ત સમાજ માટે આ સંસ્થાના મૂલ્યોનો ઉલ્લેખ કર્યો અને વિદ્યાર્થીઓને માતા, પિતા અને સમાજસેવા માટે તત્પર રહેવા જણાવ્યું.

Educationist Shri Nalinbhai Pandit called friends, travel and reading indispensable for students

સંસ્થાના વડીલ શ્રી લાલજીભાઈ નાકરાણીએ શિક્ષણ બાદ આગળ જીવનની સફળતા માટે અહીંનું શિક્ષણ એ પરીક્ષા કરતા જીવનના વારસારૂપ હોવાનું કહ્યું. ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળાના વડા શ્રી સુરશંગભાઈ ચૌહાણે પ્રસંગોનો ઉલ્લેખ કરી જીવન શૈલી માટે અહીંના વાતાવરણનો પાઠ રજૂ કર્યો. આચાર્ય શ્રી વાઘજી ભાઈ કરમટિયાએ સંસ્થાના પૂર્વસુરીઓનું સ્મરણ કરી આ વારસાનું અહીંના વિદ્યાર્થીઓને ગૌરવ હોવાનું જણાવ્યું. સંસ્થાના અગ્રણી શ્રી રાજેન્દ્રસિંહ વાળાએ વિદાય લેતા વિદ્યાર્થીઓને આ વિદાય એ સહેતુક હોવાનું કહી તે પ્રગતિ અને આનંદ માટે ગણાવેલ. પ્રાધ્યાપક શ્રી રૂપાબેન પટેલ અને ગૃહપતિ શ્રી દિપકભાઈ પંડ્યાએ તેમના ઉદબોધનમાં વિદ્યાર્થીઓના શિસ્ત, સંસ્કાર અને કૌશલ્યને બિરદાવી કાયમી સ્મરણ રહેશે તેમ ભાવ વ્યક્ત કર્યો. પ્રારંભે શ્રી નરેન્દ્રભાઈ મકવાણાએ સ્વાગત ઉદ્બોધન કર્યું હતું. અહી વિદ્યાર્થી શ્રી વીર ડાંગરના સંચાલન સાથે અહી સંગીત ટુકડી દ્વારા પ્રાર્થના તથા વિદાયગાન રજૂ થયેલ. આભારવિધિ શ્રી મૂકેશભાઈ મહેતા દ્વારા કરવામાં આવેલ.

error: Content is protected !!