Bhavnagar
ભાવનગર ; નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અંબિકા પ્રાથમિક શાળા નં.૭ ખાતે મિશન ભાવનગર કાર્યક્રમ યોજાયો.
Pvar
શનિવાર એ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અંબિકા પ્રાથમિક શાળા નંબર સાતમાં મિશન ભાવનગર કાર્યક્રમ યોજાયો હતો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ મહાનગરપાલિકા ભાવનગર દ્વારા એક નાવીન્યપૂર્ણ અને અનુઠો કાર્યક્રમ ‘મિશન ભાવનગર’ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત તમામ શાળામાં આ કાર્યક્રમ યોજાયો હતો.વાલીઓ,અન્ય પ્રબુધ્ધ નાગરિકો પણ જોડાયા હતા.જે અંતર્ગત અમારી અંબિકા પ્રાથમિક શાળા નં.૭ માં સ્વચ્છતા અભિયાન,વ્યસનમુક્તિ અને વૃક્ષારોપણ આ વિષયોને લઈ વિસ્તારમાં સુત્રોચાર સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ સમૂહમાં સ્વચ્છતા ,વ્યસન મુક્તિ અને વૃક્ષારોપણ ,વૃક્ષોની જાળવણી આ બાબતે ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓએ શપથ લીધા હતા. બાળકોએ એક સુંદર મજાની સ્વચ્છતાનું અભિનય ગીત રજૂ કર્યું હતું. ભાવનગરના જાણીતા શિક્ષણવિદ્ તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ડેપ્યુટી ચેરમેન અને સમન્વય ગ્રુપ ભાવનગરમા જોડાયેલા છાયાબેન પારેખે કાર્યક્રમની વિશેષતા તેના મહત્વ વિશે બાળકોએ હળવી શૈલીમાં વાત કરી માર્ગદર્શન આપ્યું હતું.સમન્વય ગ્રુપ દ્વારા શાળાની લાઈબ્રેરી માટે પુસ્તકો આપ્યાં હતાં.
શાળામાં વિવિધ ઔષધીય વનસ્પતિઓ અને વૃક્ષોના મહત્વ વિષેનું પ્રદર્શન યોજાયું હતું.શાળાના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ અને ઉપસ્થિત મહેમાનોને શાળા સફાઈ કરી હતી. આ કાર્યક્રમમાં જ્યોતિ મહિલા વિદ્યાલયની ધો.૯ ની વિદ્યાર્થીઓ અને તેમના શિક્ષકો પણ જોડાયા હતા. શાળાના આચાર્ય શ્રી ભરતભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ શાળા પરિવારે મિશન ભાવનગર કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.