Bhavnagar
ભાવનગર માનવ સેવા ચેરીટેબલ ટ્રષ્ટ દ્વારા 4500 વિધાર્થી બાળકોને શિક્ષણ લગતી ચીજવસ્તુઓ વિતરણ કરવામાં આવી

પવાર
ભાવનગર માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજે ધોરણ 3 અને 4ના બાળકોને 2 અને 5 થી 8ના બાળકોને 5 ફુલ્સકેપ ચોપડા અને પેન આપવામાં આવ્યા તથા આગળ અભ્યાસ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ભાવનગર જિલ્લામાં જરૂરિયાત મંદ એવા 4500 થી વધુ બાળકોને ફુલ્સકેપ ચોપડાનું વિતરણ કરવામાં આવે છે.
અને અન્ય સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે. ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ શાહ દ્વારા બાળકોને આગળ અભ્યાસ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે હરેશભાઈ, મહિપાલસિંહ ગોહિલ, યાદવભાઈ અને પિંકીબેન દ્વારા પણ બાળકોને આગળ અભ્યાસ માટે પ્રેરણા આપવામાં આવી હતી. શાળાના શિક્ષક શ્રી મહિપાલસિંહ ગોહિલના માર્ગદર્શનથી સતત સાત વર્ષથી શાળાના બાળકોને ટ્રસ્ટ દ્વારા ચોપડા આપવામાં આવે છે. આ તકે શાળા પરિવાર દ્વારા ટ્રસ્ટના તમામ સભ્યોને પુસ્તક આપી આવકારવામાં આવ્યા હતા.
કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ તકે શાળા પરિવાર માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ અને શાળાના શિક્ષક મહિપાલસિંહ ગોહિલ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.