Bhavnagar
ભાવનગર મહારાજ શ્રી.વિજયરાજસિંહજી મહારાજએ ભાવનગરના 301માં જન્મ દિવસ નિમિત્તે ખોડીયાર મંદિર ખાતે રક્તદાન કર્યું

Pvar
ભાવનગરના 301ના જન્મ દિવસની ઉજવણી ચાલી રહી છે ત્યારે મહારાજ શ્રી કૃષ્ણકુમારસિંહજી અને રાજ પરિવારને પ્રત્યેક નગરજન આજે પણ તેમના ત્યાગ અને પ્રજાપ્રેમ માટે ઋણી છે.ત્યારે ભાવનગરના મહારાજ સાહેબ શ્રી વિજયરાજસિંહજી રાઓલ દ્વારા આજે ખોડિયાર મંદિર ખાતે રેડક્રોસ અને યંગ ઇન્ડિયન્સ દ્વારા આયોજિત રક્તદાન શિબિરમાં રક્તદાન કરીને પોતાના માનવતાવાદી અભિગમનો પરિચય કરાવ્યો હતો.
વળી રાજ પરિવારના યુવરાજશ્રી જયવિજરાજસિંહજી પણ માનવતાની સેવામાં ઊંડો રસ ધરાવે છે. આજે ભાવનગરના મહારાજ સાહેબ શ્રી વિજયરાજસિંહજી દ્વારા રક્તદાનનું ઉત્તમ કાર્ય કરતા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર સંચાલિત શ્રી ઉત્તમ.એન ભુતા-રેડક્રોસ બ્લડ બેન્ક ના કેમ્પ ઇન્ચાર્જ દ્વારા સન્માનપત્ર એનાયત કરી સન્માનિત કર્યા હતા. મહારાજ સાહેબે નાગરિકોને પણ રક્તદાન કરવાની અપીલ કરી હતી.