Bhavnagar
ભાવનગર ; મધુવન સોસાયટી પાણીની રામાયણ, પાણીથી મહિલાઓ રોડ પર ઉતરી ; માટલા ફોડ્યા
બરફવાળા
અનેકવાર રજુઆત છતાં કોઈ નિરાકરણ ન આવતા મહિલાઓ બેડા સાથે રોડ પર ઉતરી કર્યા સૂત્રોચ્ચાર, માટલા ફોડી રોષ વ્યકત કર્યો, મનપા અને મેયરની ચેમ્બરના ઘેરાવની ચીમકી ઉચ્ચારી.
ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં આવેલી મધુવન સોસાયટી અને આજુબાજુની સોસાયટીઓ માં છેલ્લા 2 માસથી પીવાના પાણીની ભારે સમસ્યા સર્જાય છે.આ વોર્ડ કે જ્યાંથી ભાવનગરના મેયર ચૂંટાઈને આવ્યા છે તે વોર્ડમાં પાણી મામલે સ્થાનિકો દ્વારા તંત્રને વારંવાર રજુઆત છતાં પૂરતા પાણી અંગે કોઈ ખાસ વ્યવસ્થા ન કરતા પાણીની પારાયણ વચ્ચે આ વિસ્તારની મહિલાઓ બેડા અને માટલા સાથે રોડપર ઉતરી આવી હતી અને સૂત્રોચ્ચાર સાથે પાણીની માંગ કરી હતી તેમજ માટલાઓ ફોડી પોતાનો રોષ કર્યો હતો અને પાણી ન મળે તો મનપા કચેરી અને મેયર ચેમ્બરનો ઘેરાવની ચીમકી ઉચ્ચારી હતી. આ વર્ષે ઉનાળો આકરો રહ્યો અને જેમાં ભાવનગરનું તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચ્યું.ગત વર્ષોની સરખામણીએ આ વર્ષે પીવાના પાણીની પારાયણ શહેરમાં ખાસ સર્જાય નથી પરંતુ કોઈ વિસ્તારમાં તંત્રની અણઆવડત કે પૂરતું પ્રેસર ન મળે તો પાણીની પારાયણ સર્જાતી હોય છે.
આવી જ પાણીની પારાયણ ભાવનગરના ફુલસર વિસ્તારમાં આવેલી મધુવન સોસાયટી અને આજુબાજુની સોસાયટીઓ કે જ્યાં 500 થી વધુ મકાનો આવેલા છે કે જ્યાં છેલ્લા બે માસથી ભારે પાણીની પારાયણ સર્જાય છે. આ વિસ્તારના લોકોમાં ભારે રોષ છવાયો છે કારણ કે આ વિસ્તારમાંથી ચૂંટાઈ ને મેયર બનેલા કીર્તિબેન દાણીધરીયા કે જે એક મહિલા છે અને પાણીની સમસ્યાને મહિલા ખૂબ સારી રીતે સમજી શકે અને તેને રજુઆત કરવા છતાં આજદિન સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું ત્યારે આજે આ વિસ્તારની મહિલાઓ બેડા અને માટલા સાથે રોડ પર ઉતરી આવી હતી અને પાણી આપો પાણી આપો ના સૂત્રોચ્ચાર સાથે માટલાઓ ફોડી પોતાનો રોષ વ્યકત કર્યો હતો તેમજ જો વહેલી તકે નિરાકરણ નહિ આવે તો મનપા કચેરી અને મેયરની ચેમ્બરનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
વહેલી તકે સમસ્યાનું નિરાકરણ આવશે ; કમિશનર
આ મુદ્દે કમિશનર ને પૂછતાં તેમણે કહ્યું કે આ સમસ્યા તેના ધ્યાને નથી આવી. જ્યારે મીડિયાના માધ્યમથી તેને જાણ થઈ છે ત્યારે તેમણે કહ્યું કે આ વિસ્તાર છેવાડાનો વિસ્તાર હોય જેથી પાણી પૂરતા પ્રમાણમાં નહિ પહોંચતું હોય છતાં તે પાણી વિભાગ ના અધિકારી ને જાણ કરી જે કઈ મુશ્કેલી હશે તેનું વહેલી તકે નિરાકરણ લાવશે.