Bhavnagar
ભાવનગર : કર્ણાટકના ભાજપના ઉમેદવારે મલ્લિકાર્જુન ખડગેને જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધવાની માંગ
દેવરાજ
ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા મલ્લિકાર્જુન ખડગે કર્ણાટક રાજ્યના ચિતપુર વિધાનસભા બેઠકના બીજેપી ઉમેદવાર મણીકાંત રાઠોડએ જાહેર સભામાં અને જાહેર નિવેદનથી જાનથી મારી નાખવા ધમકી આપતા ભાવનગર જિલ્લા નાયબ અધિક્ષકને બીજેપીના ઉમેદવાર મણીકાંત રાઠોડ પર ફોજદારી ગુન્હો દાખલ કરવા રજુઆત કરવામાં આવી હતી. હાલમાં કર્ણાટક રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે એ પ્રક્રિયામાં અને ચૂંટણી પ્રચાર દરમિયાન અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસ પક્ષની તરફ એક જુવાળ ઉભો થયેલ છે.
આવા સંજોગોમાં કર્ણાટક રાજ્યના ચિતપુર વિધાનસભા બેઠકના બીજેપી ઉમેદવાર મણીકાંત રાઠોડએ જાહેર સભામાં અને જાહેર નિવેદનથી અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને તેમના પત્ની અને પરિવારને મારી નાખવાની ધમકી ઉચ્ચારેલ છે, આ ધમકીના પગલે ભાવનગર જિલ્લા નાયબ પોલીસ અધિક્ષકને બીજેપીના ઉમેદવાર મણીકાંત રાઠોડ વિરુદ્ધ આઈપીસી કલમ 153(એ), 295(એ), 505, 506 અને 120બી મુજબ ફરિયાદ નોંધાવવામાં આવે તેવી માંગ કરી હતી, આવેદનપત્ર વેળાએ કૉંગ્રેસ સમિતિના શહેર પ્રમુખ પ્રકાશ વાઘાણી, વિરોધપક્ષના નેતા, કોર્પોરેટર, પૂર્વ કોર્પોરેટર, યુવક કૉંગ્રેસ, મહિલા કૉંગ્રેસ તથા આગેવાન-કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.