Bhavnagar
ભાવનગર સહિત ગુજરાતભરમાં બે દિવસથી પડતી કાતિલ ઠંડીથી લોકો ઠુંઠવાયા : હજુ ચાર દિવસ ઠંડી યથાવત રહેશે
પવાર
- ભાવનગર ગુજરાતના મોટા ભાગના શહેરોમાં 10 ડીગ્રીથી ઓછું તાપમાન – રાજ્યમાં હજુ 19 તારીખ સુધી ઠંડીનો પ્રકોપ યથાવત રહેશે
ભાવનગર સહિત ગુજરાતમાં એક તરફ ઉતરાયણનો માહોલ જામેલો છે ત્યારે બીજી તરફ ઠંડીએ પણ જમાવટ કરી છે અને તાપમાનનો પારો ગગડીને નીચો ગયો છે . ઉતરાયણના તહેવારમાં ઠંડીનું પ્રમાણ પણ વધ્યું હતું અને સાંજ થતા જ ભારે પવન અને ઠંડીનો અનુભવ થયો હતો . રાજ્યમાં ગત રાત્રિએ કચ્છના નલિયામાં સિઝનનું સૌછી ઓછું તાપમાન નોંધાયું હતું . બે દિવસથી તાપમાનનો પારો નીચો ઊતરી રહ્યો છે , ઉત્તરપૂર્વીય પવનો ફૂંકાતા મોટા ભાગના શહેરોમાં 10 ડીગ્રીથી ઓછું તાપમાન પહોંચ્યું હતું . હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં હજુ 19 તારીખ સુધી ઠંડીનો પ્રકોપ યથાવત રહેશે.
ભાવનગર સહિત ગુજરાતભરમાં બે દિવસથી પડતી કાતિલ ઠંડીથી લોકો ઠુંઠવાયા હતા લોકોને દીવસે પણ સ્વેટર પહેરવું પડે એવી સ્થિતિનું હાલ નિર્માણ થયું છે આ સાથે આજરોજ નલિયામાં 4.4 ડીગ્રી સાથે વર્તમાન સીઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું . નલિયામાં કોલ્ડવેવની સ્થિતિ છે , જોકે ઠંડીથી બચવા લોકો તાપણાં કરતાં નજરે ચડ્યા હતા . ઉત્તરપૂર્વીય પવનો ફૂંકાતા ગુજરાતની ઠંડીમાં વધારો થયો છે . ગુજરાતના મોટા ભાગના શહેરોમાં 10 ડીગ્રીથી ઓછું તાપમાન નોંધાયું છે . જેમાં 4.4 ડીગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર બન્યું છે . ભાવનગર સહિત અમદાવાદમાં 10.3 ડીગ્રી તાપમાન અને ગાંધીનગરમાં 77 ડીગ્રી તાપમાન સાથે ઠંડીમાં વધારો થતા લોકો ઠુંઠવાયા હતા . આ સાથે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં હજુ 19 જાન્યુઆરી સુધી એટલા ચાર દિવસ લોકોને ઠંડીના પ્રકોપનો સામનો કરવાનો રહેશે