Connect with us

Bhavnagar

ભાવનગર ; આજ સાંજથી એસ.ટી.નાં હજારો મુસાફરો રઝળશે!

Published

on

bhavnagar-from-this-evening-thousands-of-passengers-of-st-will-rush

દેવરાજ

  • પી.એમ. કાર્યક્રમ માટે 1300 બસો રોકી દેવાઈ : 25 ટકાથી વધુ રૂટો કેન્સલ: ખાસ કરીને ગ્રામ્ય રૂટોનો સૌથી વધુ સમાવેશ : ટ્રાવેલ્સ સંચાલકો ડબલ ભાડા વસુલશે

આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિરાસર એરપોર્ટનું ઉદ્ઘાટન અને રાજકોટમાં જાહેરસભા, લોકાર્પણો સહિતનાં કાર્યક્રમો માટે આવી રહ્યા છે. ત્યારે, રાજકોટમાં યોજાનાર સભામાં એકઠી થનાર જનમેદનીની અવર-જવર માટે રાજકોટ સહિતનાં જુદા જુદા છ ડિવિઝનોની 1300 બસો આજ સાંજથી જ રોકી લેવામાં આવી છે. આટલી મોટી સંખ્યામાં બસો રોકી લેવામાં આવતા એસ.ટી. તંત્રને નાછૂટકે 25 ટકાથી વધુ રૂટો કેન્સલ કરવા પડયા છે. ખાસ કરીને સૌથી વધુ ગ્રામ્ય રૂટો કેન્સલ કરાયા છે. જેનાં કારણે આજે સાંજથી જ હજારો મુસાફરોને બસ સ્ટેન્ડ ઉપર રઝળવાનો વારો આવ્યો છે. ઉલ્લેખનીય બાબત એ છે કે રાજકોટ બસ પોર્ટ ઉપર દૈનિક દોઢથી બે લાખ જેટલા મુસાફરોની અવરજવર રહે છે.

bhavnagar-from-this-evening-thousands-of-passengers-of-st-will-rush

જેમાં સૌથી વધુ ગ્રામ્ય જનતા, વિદ્યાર્થીઓ અને દૈનિક અપડાઉન કરતા કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ તમામ લોકોને હેરાનગતી ભોગવવાનો વખત આવ્યો છે, આ ઉપરાંત આવતીકાલે આખો દિવસ પણ અસંખ્ય મુસાફરોને રઝળવાનો વારો આવશે. કારણ કે આવતીકાલ મોડી સાંજ સુધી એસટીની 1300 બસો રોકી લેવામાં આવી છે. અત્રે ખાસ ઉલ્લેખનીય બાબત એ પણ છે કે એસ.ટી.ની મોટી સંખ્યામાં બસો આજ સાંજથી જ રોકાઈ જતા દર વખતની જેમ આ વખતે પણ અસંખ્ય મુસાફરોને ટ્રાવેલ્સ સંચાલકો લૂંટશે. અને મુસાફરોની મજબુરીનો લાભ લઈ ડબલ-ત્રબલ ભાડા વસુલાશે. મોટી સંખ્યામાં જયારે, પણ સરકારી કાર્યક્રમો માટે બસો રોકાઈ જાય છે. ત્યારે ટ્રાવેલ્સ સંચાલકોને તડાકો પડી જાય છે.

Continue Reading
Advertisement
error: Content is protected !!