Connect with us

Bhavnagar

ભાવનગર ડમીકાંડ : છેલ્લા 10 વર્ષની તમામ ભરતીઓની તપાસ : ACBને જવાબદારી

Published

on

Bhavnagar Dummy Scandal : Investigation of all recruitments of last 10 years : Accountability to ACB

બરફવાળા

ભાવનગર જ નહી સમગ્ર રાજયમાં કૌભાંડ ફેલાયું હોવાની આશંકા : શંકાસ્પદ સરકારી કર્મચારીઓની આવક – મિલ્કતના સ્ત્રોત પરથી પગેરૂ મેળવાશે : હવેની ભરતીમાં ‘ડમી’ કાંડ ડામવા ખાસ પગલા

aratભાવનગરમાં સર્જાયેલા ભરતી-ડમી કૌભાંડમાં હવે તપાસનો વ્યાપ ફકત ભાવનગર જીલ્લો જ નહી પણ સમગ્ર રાજયમાં વધારવા નિર્ણય લેવાયા છે અને આ મુદે હવે એન્ટી કરપ્શન બ્યુરો પણ તપાસમાં ઝંપલાવશે. પેપરલીક સહિતના મુદે સરકારને ભીસમાં મુકનાર યુવા નેતા યુવરાજસિંહએ ડમી-ઉમેદવારોના કરેલા ધડાકા પછી ભાવનગરમાંજ આ પ્રકારે 36 નામો આવ્યા છે. પણ કૌભાંડના મુળ ઘણા ઉંડા હોવાનું માનવામાં આવે છે અને રાજયભરમાં ફેલાયેલા હોઈ શકે છે. આથી હવે છેલ્લા 10 વર્ષની રાજય સરકારની ભરતીમાં ‘ડમી’ અંગે તપાસ કરાશે અને તેના આધારે જે ગેરરીતિ થઈ હશે તે ખુલ્લી કરાશે.

Bhavnagar Dummy Scandal : Investigation of all recruitments of last 10 years : Accountability to ACB આ માટે સરકારી કર્મચારીઓ જે ભરતીમાં આવ્યા છે તેમની આવક-સંપતિની તપાસ થશે. ભરતીમાં જે રીતે લાખો રૂપિયાની લેવડ દેવડ થઈ છે. તે ‘વસુલવા’માં ડમી ભરતી થનારે ભ્રષ્ટાચાર કર્યો હશે તે પણ માનવામાં આવે છે અને તે એંગલની પણ તપાસ થશે. આ અંગે ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ એન્ટી કરપ્શન બ્યુરોને ખાસ તપાસ સોપાશે અને ભવિષ્યમાં ડમીનું દૂષણ જ ન રહે તે માટે પણ હવેથી પરીક્ષામાં ઉમેદવારની સત્યતા તપાસવા ખાસ તૈયારી છે. ખાસ કરીને 2011 થી 2023 સુધીની તમામ ભરતીમાં હવે શંકાના દાયરામાં આવી છે.

error: Content is protected !!