Bhavnagar
ભાવનગર ડમીકાંડ : વધુ ૬ની ધરપકડ : આરોપીની સંખ્યા ૪૪ થઈ

બરફવાળા
ભરતી પછી નોકરી કરવા લાગેલા ઉમેદવાર અને ડમી તરીકે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓનો આરોપીઓમાં સમાવેશ
બહુ ચર્ચિત અને રાજ્યભરમાં ચર્ચાને ચકડોળે બનેલા ડમીકાંડ પ્રકરણમાં ભાવનગર ડમી કાંડમાં એપી સેન્ટર તરીકે બહાર આવ્યા બાદ તપાસનો ધમધમાટ પુરજોશમાં શરૂ છે. અને રોજે રોજ નવી વિગતો અને નામ બહાર આવી રહ્યા છે. ત્યારે ડમીકાંડ પ્રકરણમાં ભાવનગરની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમ દ્વારા વધુ 6 શખ્સોને ઝડપી લેવાયા છે. આ સાથે કૌભાંડમાં સંડોવાયેલ આરોપીની સંખ્યા વધીને 44 થઈ છે. આ ઉપરાંત પકડાયેલ આરોપીની પૂછપરછમાં વધુ નામો ખુલી શકે છે.
ભાવનગર પોલીસે આજે ડમી ઉમેદવાર કૌભાંડમાં વધુ છ આરોપીઓની અટકાયત કરી છે તે આ મુજબ છે.
1. વિપુલકુમાર તુલશીદાસ અગ્રાવત ઉ.વ.૩૩ ધંધો-શિક્ષક,કેન્દ્રવર્તી શાળા,તળાજા જી.ભાવનગર રહે.CHC કવાર્ટર, દાઠા તા.તળાજા જી.ભાવનગર મુળ-રાજપરા નં.૨ તા.તળાજા જી.ભાવનગરવાળાએ સને-૨૦૨૨માં આરોપી નં.૨૬ની જગ્યાએ ડમી ઉમેદવાર તરીકે રાજકોટ ખાતે MPHWની પરિક્ષા આપેલ હતી.
2. ભાર્ગવ કનુભાઇ બારૈયા ઉ.વ.૨૮ ધંધો-નોકરી MPHW (મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર,આરોગ્ય વિભાગ, મ.ન.પા.,વડોદરા ) રહે.કેન્દ્દવર્તી શાળાની બાજુમાં, દિહોર તા.તળાજા જી.ભાવનગરવાળાની જગ્યાએ આરોપી શરદ ભાનુશંકરભાઇ પનોત રહે.દિહોરવાળાએ ધોરણ-૧૨ની પરિક્ષા આપેલ હતી.
3. પાર્થ ઇશ્વરભાઇ જાની ઉ.વ.૨૩ ધંધો-અભ્યાસ રહે.પ્લોટ નંબર-૨, મારૂતિ પાર્ક, અધેવાડા, તળાજા રોડ, ભાવનગર મુળ-ધારડી તા.તળાજા જી.ભાવનગરવાળાની જગ્યાએ ડમી ઉમેદવારે તા.૨૬/૦૩/૨૦૨૨ના રોજ પશુધન નિરીક્ષકની પરિક્ષા આપેલ હતી.
4. અશ્વિનભાઇ રમેશભાઇ સોલંકી ઉ.વ.૨૫ ધંધો-ખેતી રહે.દિહોર તા.તળાજા જી.ભાવનગરવાળાની જગ્યાએ ડમી ઉમેદવાર તરીકે આરોપી મીલનભાઇ ઘુઘાભાઇએ સને-૨૦૨૨માં વન રક્ષકની પરિક્ષા આપેલ હતી.
5. રમેશભાઇ બચુભાઇ બારૈયા ઉ.વ.૩૭ ધંધો-નોકરી (મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર,આરોગ્ય વિભાગ,સાવરકુંડલા) રહે.સથરા તા.તળાજા જી.ભાવનગરવાળાએ આરોપી નં.૨૮ની જગ્યાએ ડમી ઉમેદવાર તરીકે સને-૨૦૨૨માં રાજકોટ ખાતે MPHWની પરિક્ષા આપેલ હતી.
6. રાહુલ દિપકભાઇ લીંબડીયા ઉ.વ.૨૩ ધંધો- અભ્યાસ રહે.ટાટમ રોડ,ભીમડાદ તા.ગઢડા જી.બોટાદવાળાએ આરોપી નં.૧૩નાં ડમી ઉમેદવાર તરીકે તા.૨૬/૦૩/૨૦૨૨નાં રોજ પશુધન નિરીક્ષકની પરિક્ષા આપેલ હતી.