Connect with us

Bhavnagar

૭ના મોતથી ભાવનગર જિલ્લો સ્‍તબ્‍ધ : મૃતદેહોને વતનમાં લાવવા તજવીજ

Published

on

Bhavnagar district shocked by the death of 7: attempts to bring the dead bodies to their homeland

કુવાડીયા

યાત્રાળુઓથી ભરેલી બસ ગંગોત્રી નેશનલ હાઈવે પર અચાનક ઊંડી ખીણમાં પડી : ૨૮ મુસાફરોનો આબાદ બચાવ : ભાવનગરના હતભાગી એક વ્‍યકિતની અંતિમવિધિ ઉતરાખંડમાં જ કરાશે : ઇજાગ્રસ્‍તોની ઉતરાખંડમાં સારવાર : પરિવારજનો દોડી ગયા

ઉતરાખંડમાં સર્જાયેલ બસ દુર્ઘટનામાં ભાવનગર શહેરના એક તથા જીલ્લાના ૬ વ્‍યકિતઓ સહીત ૭ ના મોત થતા ગોહીલવાડ સ્‍તબ્‍ધ થઇ ગયું છે. અને ભારે શોક છવાઇ ગયો છે. આ દુર્ઘટનામાં ભાવનગરના દેવરાજનગરમાં રહેતા મીનાબેન કમલેશભાઇ ઉપાધ્‍યાયની અંતિમવિધી ઉતરાખંડમાં કરવામાં આવશે. જયારે મહુવાના દંપતિ સહિતના મૃતકોને પોતપોતાના વતનમાં લાવવા તજવીજ શરૂ કરાઇ છે. આ ઉપરાંત ઇજાગ્રસ્‍તોને ઉતરાખંડમાં સારવાર ચાલી રહી છે. ભાવનગર શહેરથી ૧૫ ઓગસ્‍ટના રોજ શ્રી હોલી ડે પેકેજ અંતર્ગત ચાર ધામની યાત્રા માટે યાત્રાળુઓ રવાના થયા હતા અને યાત્રામાં ગંગોત્રીધામથી પરત ફરી રહ્યા હતા ત્‍યારે શનિવારે સાંજે ભાવનગરના યાત્રાળુઓથી ભરેલી આ બસ ગંગોત્રી નેશનલ હાઈવે પર અચાનક ઊંડી ખીણમાં પડી હતી જેમાં ભાવનગર શહેર અને જિલ્લાના કુલ ૭ મુસાફરોના ઘટનાસ્‍થળે જ મોત થયાં છે, જ્‍યારે ૨૮ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. રાહત અને બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે.

Bhavnagar district shocked by the death of 7: attempts to bring the dead bodies to their homeland

ભાવનગરના મુસાફરો ટ્રેન મારફતે દિલ્‍હી ગયા હતા અને ત્‍યાંથી હરિદ્વારથી ચારધામ યાત્રાએ જવા નીકળ્‍યા હતા. ત્‍યાં ગંગોત્રી નેશનલ હાઇવે પર બસ અકસ્‍માત ગ્રસ્‍ત થઇ હતી દરમિયાનમાં આ દુર્ઘટનાની જાણ થતા ભાવનગર ના ધારાસભ્‍ય સેજલબેન પંડ્‍યા, ધારાસભ્‍ય જીતુભાઈ વાઘાણી ઉત્તરાખંડના ઉત્તર કાશીના કલેકટર અને ડિઝાસ્‍ટ મેનેજર સાથે સંપર્કમાં હતા. પોસ્ટમોર્ટમ બાદ ભાવનગરના હોય તેને વિમાન માર્ગે ભાવનગર લાવવાની વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે .સાથે ઘાયલને પણ ભાવનગર લાવવાની વ્‍યવસ્‍થા ગોઠવાઈ રહી હોવાનું જાણવા મળેલ છે.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!