Bhavnagar
ભાવનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા 14 અને 15 તારીખે સ્કૂલો બંધ રાખવા આદેશ

ભાવનગર જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભાવનગર દ્વારા તારીખ 14 અને 15 તારીખે શિક્ષણ કાર્ય બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. બિપરજોય વાવાઝોડાને લઈ શિક્ષણકાર્ય ક્ષેત્રે પણ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. સમગ્ર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રને પણ વાવાઝોડું ધમરોળે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે અને જિલ્લાએ વહીવટ તંત્ર તમામ પરિસ્થિતિને લડવા માટે ખડે પગે ઊભું છે.
ત્યારે અમુક જિલ્લાઓમાં દિવસો સુધી શૈક્ષણિક ક્ષેત્રો બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. જે બાબતને લઈને ભાવનગર જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ આજે જિલ્લાની તમામ શૈક્ષણિક ક્ષેત્રને લેખિતમાં સૂચના આપી છે. કે, વાવાઝોડાને લઈને શિક્ષણકાર્ય બંધ કરવું તેવી સૂચનાઓ અપાઈ રહી છે. જેને લઈ ભાવનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા તારીખ 14 અને 15 તારીખે શિક્ષણ કાર્ય બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે.