Bhavnagar
ભાવનગર જિલ્લા પોલીસ વડા ડો રવિન્દ્ર પટેલ અઠવાડિયામાં બે વાર અરજદારોને રૂબરૂ મળશે
કુવાડિયા
- સોમવાર તથા શુક્રવારે એસપી કચેરી ખાતે પોલીસ અધિક્ષક રજૂઆત કર્તાઓને સાંભળી, અરજદારના પ્રશ્ર્નોના ત્વરિત નિકાલ માટે પ્રયત્નો કરશે
ભાવનગર જિલ્લા પોલીસ વડા ડો રવિન્દ્ર પટેલ અઠવાડિયામાં બે વાર અરજદારોને રૂબરૂ મળશે. સોમવાર તથા શુક્રવારે એસપી કચેરી ખાતે પોલીસ અધિક્ષક રજૂઆતકર્તાઓને સાંભળી, અરજદારના પ્રશ્નોના ત્વરિત નિકાલ માટે પ્રયત્નો કરશે. પોલીસ દ્વારા જણાવાયેલી વિગત મુજબ, જિલ્લા કક્ષાએ અરજદારો નાગરિકોના પ્રશ્નોના નિકાલ કરવા સપ્તાહમાં બે દિવસ નિશ્ચિત કરાયા છે. નાગરિકો તેમના વિવિધ પ્રશ્નો, ફરિયાદો, રજુઆતો લઇને જ્યારે કચેરીમાં આવે ત્યારે તેઓની રજુઆત, પ્રશ્નો સંબંધિત કચેરીમાં જ સાંભળીને તેનો નિકાલ કરવામાં આવે તે ઇચ્છનીય છે.
નાગરિકોને યોગ્ય રીતે સાંભળી, તેમને સંતોષ થાય તેમજ વહીવટ વધુ લોકાભિમુખ અને તે માટે સરકાર તરફથી પણ ભાર મુકવામાં આવેલ છે. જે અનુસંધાને અત્રેના જિલ્લા ખાતે અરજદારોને સાંભળવા માટે સપ્તાહમાં સોમવાર તથા શુક્રવારે નિશ્ચિત કરવામાં આવ્યા છે. એસપી ડો રવિન્દ્ર પટેલે ‘શંખનાદ’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ‘હું ખુદ અરજદારોને રૂબરૂ મળી, તેમના પ્રશ્નો સાંભળીશ. ગ્રામ્ય જિલ્લા પોલીસ અરજદારના પ્રશ્નોના ત્વરિત નિકાલ માટે પ્રયત્નો કરશે.’ આમ, ભાવનગર જિલ્લા પોલીસ વડા ડો રવિન્દ્ર પટેલ અઠવાડિયામાં બે વાર સોમવાર અને શુક્રવારે અરજદારોને એસપી કચેરી ખાતે રૂબરૂ મળશે.