Bhavnagar
ભાવનગર જિલ્લા હોમગાર્ડ કમાન્ડર શંભુસિંહ સરવૈયાને અપાયેલ મુખ્યમંત્રી ચંદ્રક નિયમો વિરુદ્ધ
દેવરાજ
તપાસ કરાવી પગલા ભરો ; દલિત અધિકાર મંચ મેદાને ; મુખ્યમંત્રી સુધી રજુઆત, નિયમોની વિરોધ લાગવગથી ચંદ્રક અપાયો – માવજી સરવૈયા
ગુજરાત સરકાર દ્વારા હોમગાર્ડ જવાનો અધિકારીઓએ ફરજ દરમિયાન કરેલ ઉત્કૃષ્ટ કામગીરી બદલ મુખ્યમંત્રી ચંદ્રક ઍવોર્ડ એનાયત કરાયેલ જેમાં ભાવનગર જિલ્લા હોમગાર્ડ કમાન્ડર શંભુસિંહ સરવૈયાને નિયમો મુજબ હોમગાર્ડમાં સતત 15 વર્ષ નોકરી થતી નથી જેઓને જેસર હોમગાર્ડ ઓફિસર દ્વારા શંભુસિંહ સતત ગેર હાજર રહેવાના કારણે સસ્પેન્ડ કરાયેલ જેઓ 1997માં GISES માં ભરતી થયા હતા એમાં પણ 20 વર્ષ નોકરીમાં ગેરહાજર રહ્યા હતા શંભુસિંહ સરવૈયા એ હોમગાર્ડમાં 15 વર્ષ નોકરી કરી નથી શંભુસિંહ સરવૈયા ને અપાયેલ મુખ્યમંત્રી એવોર્ડ નિયમો વિરુદ્ધ હોય એમની તપાસ કરાવી કાર્યવાહી કરવામાં આવે. શંભુસિંહ સરવૈયા એ મેળવેલ એવોર્ડ લાગવગથી ગેરકાયદેસર મેળવેલ હોય એમની તપાસ કરાવી કાર્યવાહી કરવા માં આવે તેવી માંગ દલિત અધિકાર મંચ દ્વારા કરવામાં આવી છે.
ભાવનગર જિલ્લા હોમગાર્ડ કમાન્ડર શંભુસિંહ સરવૈયા અપાયેલ મુખ્ય મંત્રી ચંદ્રક એવોર્ડ નિયમો વિરુદ્ધ સતત ગેર હાજર રહેવાના કારણે જેસર દ્વારા સસ્પેન્ડ કરાયેલ હોમગાર્ડ માં એમને 15 વર્ષ નોકરી થતી નથી. શંભુસિંહ સરવૈયા ને અપાયેલ મુખ્યમંત્રી એવોર્ડ નિયમો વિરુદ્ધ હોય એમની તપાસ કરાવી કાર્યવાહી કરવા માં આવે શંભુસિંહ સરવૈયા એ મેળવેલ એવોર્ડ લાગવગથી ગેરકાયદેસર મેળવેલ હોય એમની તપાસ કરાવી કાર્યવાહી કરવા માનનીય મુખ્યમંત્રી શ્રી ને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે તેમ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના માવજીભાઇ સરવૈયા ની યાદીમાં જણાવાયું છે