Bhavnagar
ભાવનગર કલેક્ટરે ચક્રવાતને લઈ જાહેરનામું બહાર પાડ્યું : અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલા વાવાઝોડા દરમિયાન દરિયાઈકાંઠાની આજુબાજુ અવરજવર પર પ્રતિબંધ; જાહેરનામું ભંગ કરનાર દંડને પાત્ર
પવાર
પૂર્વ અને મધ્ય અરબ સાગરમાં ઉદભવેલા બપરજોય ચક્રવાતથી ઉત્પન્ન થનાર અસરોથી બચવા દરિયા કિનારા વિસ્તારોમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. હાલમાં પૂર્વ અરબી સાગર પર ચક્રવાત વાવાઝોડું ઉદ્ભવેલું છે. જેને આગામી સમય દરમિયાન ચક્રવાતી તોફાનમાં વધુ ત્રિવતા બને તેવી શક્યતા છે. ભાવનગર જિલ્લા સહિતના સૌરાષ્ટ્ર દરિયાકાંઠામાં ખૂબ જ ઝડપથી અને ભારે વરસાદ સાથે પવન ફૂંકાવવા તથા ઊંચા દરિયાઈ મોજા ઉછળવાની પ્રબળ શક્યતા હોય છે.આ સમયે દરિયા કિનારાના વિસ્તારમાં ભારે વરસાદ ચક્રવાત અને હાઈટાઈટ ભરતીના મોજાને જાનમાલને નુકસાન થતું અટકાવવા માટે આગમચેતીના ભાગરૂપે જિલ્લા દરિયાઈ કિનારા વિસ્તારના કોઈ વ્યક્તિએ અવરજવર પર તથા પશુપાલન લઈ જવા પર પ્રતિબંધ અંગત જરૂરી જણાવે છે.
આથી ફોજદારી કાર્યરત અધિનિયમ 1973ને 1974ની બીજી અધિનિયમોના કાયદા કલમ 144 હેઠળ મળેલી સત્તાની રૂએ જિલ્લા કલેક્ટર અધિક જિલ્લા મેજિસ્ટર ભાવનગર દરિયા કિનારાના વિસ્તારોમાં કોઈપણ વ્યક્તિએ પ્રવેશ પર અવરજવર તેમજ પશુને લઈ જવા પર પ્રતિબંધ રમાવવું છે.
આજથી રોજ તારીખ 11/06/2023થી તારીખ 15/06/2023ના રોજ રાત્રિના 12 કલાક સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ કલમ 123 મુજબ શિક્ષાને પાત્ર થશે.