Connect with us

Bhavnagar

ભાવનગર ; શાસ્ત્રીનગર સ્થિત અંકિત મેટર નીટી હોમમાં જાતિ પરીક્ષણ કરતો તબીબ રંગેહાથ ઝડપાયો

Published

on

Bhavnagar; A doctor who was conducting caste test at Shastrinagar-based Ankit Mater Niti Home was caught red-handed

પવાર

ભાવનગર શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં આવેલ એક ખાનગી ક્લિનિકમાં એક ગાયનેક ડોક્ટર સગર્ભા મહિલાઓ પાસેથી માતબર રકમ પડાવી ગેરકાયદે ગર્ભસ્થ શિશુઓનુ જાતિ પરીક્ષણ કરતાં આબાદ ઝડપાઈ જતાં ભારે ચકચાર મચી જવા પામી છે. ભાવનગર જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી ને વ્યાપક ફરિયાદો મળી હતી કે શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં આવેલ અંકિત મેટર નીટી હોમનો તબીબ ડો.પંકજ દોશી ગર્ભ પરીક્ષણ કરાવવા ઈચ્છુક સગર્ભાઓ પાસેથી માતબર નાણાં વસુલી ગર્ભસ્થ શીશુ નું જાતિ પરીક્ષણ કરે છે, આથી આજરોજ જિલ્લા આરોગ્ય વિભાગ ડો.ચંન્દ્રમણી તથા અન્ય અધિકારીઓએ અંકિત મેટરનીટી હોમ માં ટ્રેપ ગોઠવી એક સિહોરની સગર્ભા મહિલાને ડમી ગ્રાહક તરીકે મોકલી હતી, જયાં મહિલાની પ્રાથમિક તપાસ બાદ ડોક્ટરે આ સગર્ભાને ગર્ભસ્થ શિશુની જાતિ જાણવા ઓફર કરી હતી અને જાતિ જાણવા રૂપિયા 15 હજારની માંગ કરી હતી, જેમાં આયોજન મુજબ અધિકારીઓએ મહિલાને સરકારી નાણાં રૂપિયા 15 હજાર આપ્યાં હતાં.

Bhavnagar; A doctor who was conducting caste test at Shastrinagar-based Ankit Mater Niti Home was caught red-handed

આ નાણાં ડોક્ટરે લઈ સોનોગ્રાફી મશીનમાં મહિલાના ગર્ભમાં રહેલ શિશુની જાતિનું પરીક્ષણ કર્યું હતું, દરમ્યાન સમગ્ર ઘટના-ટ્રેપ આરોગ્ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ ની ગોપનીય હાજરી વચ્ચે થતાં અધિકારીઓ એ ડોક્ટર ને જાતિ પરીક્ષણ કરતાં રંગેહાથ ઝડપી લીધો હતો, આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ ઘટનાને પગલે છાનેખૂંણે જાતિ પરીક્ષણનો વેપલો ચલાવતા શખ્સોમા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ અંગે ડોક્ટર ચંન્દ્રમણી એ જણાવ્યું હતું કે આરોપી પંકજ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે અધિકારીઓ ને એવી પણ આશંકા છે કે પંકજ માત્ર ગર્ભસ્થ શિશુની જાતિ જ નહીં પરંતુ ગેરકાયદે ગર્ભપાત પણ કરતો હોઈ શકે છે.

error: Content is protected !!