Connect with us

Vartej

વરતેજ ; નારી ચોકડી નજીકથી વિદેશી દારૂ ભરેલા ટ્રક સાથે બે શખ્સો ઝડપાયો

Published

on

behavior; Two persons were caught with a truck full of foreign liquor near Nari Chowkdi

પવાર

  • વરતેજ પોલીસે વિદેશી દારૂ ટ્રક મોબાઈલ ચોખાની બોરી મળી કુલ રૂ.૧૮,૬૯,૮૯૨ ના મુદ્દામાલ કર્યો કબજે

વરતેજના નારી ચોકડી નજીકથી પસાર થઈ રહેલ ટ્રક ને પોલીસે અટકાવી લેતા ચોખાની બોરી નીચે છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો વરતેજ પોલીસે વિદેશી દારૂ મોબાઈલ ટ્રક મળી કુલ રૂપિયા ૧૮,૬૯,૮૯૨ ના મુદ્દા માલ સાથે બે શખ્સોની ધરપકડ કરી નાસી છૂટેલા અને ઝડપાયેલા શખ્સો વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.  આ બનાવવાની જાણવા મળતી વિગત મુજબ વરતેજ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો

behavior; Two persons were caught with a truck full of foreign liquor near Nari Chowkdi

તે દરમિયાન બાતમી મળતા તુરંત જ નારી ચોકડી પાસે વોચ ગોઠવી ત્યારે સામેથી આવી રહેલ ટ્રક નંબર GJ-18-AZ-8859ને અટકાવી તલાસી લેતા ચોખાની બોરી તળે છુપાવેલો વિદેશી દારૂ જથ્થા મળી આવતા વરતેજ પોલીસે અજીતભાઈ અમરતભાઇ ભાંડ અને દિપકભાઇ માધાભાઇ બારૈયાને વિદેશી દારૂની પેટી નગ ૩૧૩ બોટલ નંગ ૮૦૦૪,ટ્રક મોબાઈલ ચોખાની બોરી મળી કુલ રૂપિયા ૧૮,૬૯,૮૯૨ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે ભીખુજી અભેસંગ ઠાકોર સખાજી ઉર્ફે સુખલાલ રૂપલાલ ડાંગી, સહિતના અન્ય શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા વરતેજ પોલીસે સાત શખ્સો વિરૂધ્ધ પ્રોહીબિશન એકટ કલમ,૬૫એઇ,૧૧૬બી, ૯૮(૨),૮૧,૮૩ મુજબનો ગુનો નોંધી વઘુ તપાસ હાથ ધરી હતી

Continue Reading
Advertisement
error: Content is protected !!