Connect with us

Vartej

વરતેજ ; માલણકા ગામની સીમમાં જુગાર રમતા 9 શખ્સો રંગેહાથ ઝડપાયા

Published

on

behavior; 9 persons were caught red-handed while playing gambling in the vicinity of Malanka village

કુવાડિયા

  • રુવા ગામનો શખ્સ બાવળની કાંટમાં જુગારનો અખાડો ચલાવતો હતો : ભાગવા જતા એક ઇસમને ઇજા

વરતેજ તાબેના માલણકા ગામની સીમમાં બાવળની કાંટમાં જુગાર રમતા ૯ ઇસમોને વરતેજ પોલીસે ઝડપી લઇ રોકડ રકમ, મોબાઈલ, વાહનો મળી કુલ રૂ.૨.૭૦ લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. ભાવનગરના રુવાનો શખ્સ આ સ્થળે જુગારનો અખાડો ચલાવતો હોવાનું પોલીસ તપાડમાં ખુલ્યું હતું.આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ વરતેજ પોલીસ કાફલો ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, બુધેલ ગામથી માલણકા ગામ તરફ જતા રસ્તા પર માલણકા ગામની સીમમાં બાવળની કાટમાં ખુલ્લી જગ્યામાં દુર્ગેશ ઉર્ફે ડુટો સુરેશભાઈ મકવાણા રહે. રુવા, ૨૫ વારીયાવાળો બહારથી માણસો લાવી જુગારનો અખાડો ચલાવે છે. આ બાતમીના આધારે વરતેજ પોલીસે બાલણકા ગામની સીમમાં દરોડો પાડીને કુંડાળું વળી જુગાર રમતા રાજુ ઉર્ફે બુધો ખોડીદાસ ભાઈ ડાભી રહે.

behavior; 9 persons were caught red-handed while playing gambling in the vicinity of Malanka village

ભરતનગર, ભાવનગર, મજીદ રહેમાનભાઈ પઠાણ રહે. કુંભારવાડા, ભાવનગર,દુર્ગેશ સુરેશભાઈ મકવાણા રહે. રુવા ગામ ભાવનગર, સંજય જસાભાઇ જાંબુચા રહે. ઘોઘા જકાતનાકા, ભાવનગર, જયદીપ હિતેશભાઈ ડાભી રહે. રૂવાપરી ચોક, ખેડૂતવાસ, ભાવનગર, પ્રકાશ કાંતિભાઈ બાંભણિયા રહે. ક.પરા, ભાવનગર, વિક્રમ શંકરભાઈ મકવાણા રહે. રાણીકા, ભાવનગર, રાજ દીપકભાઈ દાઉદીયા રહે. ભરતનગર ભાવનગર અને ઇદ્રિશ અહેમદભાઈ પઠાણ રહે. કુંભારવાડા, ભાવનગરવાળાને ઝડપી લઇ રોકડા રૂ.૭૨,૨૯૦, ૫ મોબાઈલ, મોટરસાયકલ મળી કુલ રૂ. ૨,૬૯,૨૯૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. દરોડા દરમિયાન ભાગવા માટેની કોશિશ કરતા એક ઇસમને જમણા હાથે ઇજા થઈ હોવાનું જાણવા મળેલ છે. વરતેજ પોલીસે તમામ વિરુદ્ધ જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

error: Content is protected !!