Connect with us

Gujarat

આત્મ જાગૃતિનું મહાપર્વ પર્યુષણનો પ્રારંભ : તપ, ત્યાગ, ધર્મ આરાધનામાં લીન બનશે જૈનો

Published

on

Beginning of Paryushan, the great festival of self-realization: Jains will become immersed in austerity, renunciation, religious worship.

કુવાડીયા

જિનાલયોને રોશનીના શણગાર તથા સુશોભન : આઠ દિવસ પરમાત્માની ભવ્યાતિભવ્ય આંગી રચાશે : રાત્રે ભકિત સંગીત દ્વારા પરમાત્માની ભકિત : દેરાવાસી તથા સ્થાનકવાસી જૈન સંઘોમાં પર્વાધિરાજ પર્યુષણ પર્વ ઉજવણીનો થનગનાટ : રત્નત્રયીની આરાધનામાં લીન થશે જૈનો

જૈનોના પર્વાધિરાજ પર્યુષણ પર્વનો આવતીકાલથી તપ-ધર્મ આરાધના સાથે પ્રારંભ થઇ રહ્યો છે. પર્વાધિરાજ પર્યુષણના દિવસોમાં મનની શુધ્ધી, વચન શુધ્ધિ તથા આત્મ શુધ્ધિની આરાધના કરવાનો જૈનો પુરૂષાર્થ કરે છે. સિહોર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં આવતીકાલથી દેરાવાસી તથા સ્થાનકવાસી જૈનો પર્વાધિરાજ પર્યુષણ પર્વમાં વિવિધ તપશ્ર્ચર્યા તથા ધર્મ આરાધના સાથે આત્મકલ્યાણના ભાવ ધારણ કરશે. પર્યુષણના આઠ દિવસો દરમ્યાન જૈનો એકાસણું, બેસણું કે ઉપવાસના તપશ્ર્ચર્યા કરશે અવાર-સાંજ પ્રતિક્રમણ કરશે દેરાવાસી જૈનો સવારે શ્રી જિનેશ્ર્વર ભગવંતની સેવા-પૂજા, ચૈત્યવંદન કરશે.

Beginning of Paryushan, the great festival of self-realization: Jains will become immersed in austerity, renunciation, religious worship.

જિનાલયોમાં પર્યુષણના આઠેય દિવસો સવારના સ્નાત્રપૂજા ભણાવાશે. પૂ. ગુરૂ ભગવંતો અને સાધ્વીજી ભગવંતો પર્યુષણમાં વ્યાખ્યાન આપશે. આવતીકાલથી દેરાવાસી તથા સ્થાનકવાસી જૈનોના પર્વાધિરાજ પર્યુષણ પર્વનો પ્રારંભ થઇ રહ્યો છે.જિનાલયોને રોશનીના શણગાર તથા સુશોભન કરાયા છે. કાલથી દેરાસરો તથા સ્થાનકવાસી ઉપાશ્રયોમાં શ્રાવક-શ્રાવિકાઓની ભીડ જોવા મળશે. પર્યુષણના આઠેય દિવસો તપ-ત્યાગની આરાધના સાથે ઉજવાશે. આવતીકાલે દેરાવાસી જૈન સંઘોમાં પૂ. ગુરૂ ભગવંતો કે પૂ. સાધ્વીજી ભગવંતો પર્યુષણ પર્વના પાંચ કર્તવ્યો વિશે વ્યાખ્યાન ફરમાવશે સવારે રાઇસી પ્રતિક્રમણ તથા સાંજે દેવસી પ્રતિક્રમણ જૈન ભાઇ-બહેનો કરશે. પર્યુષણના દિવસોમાં રાત્રે ભકિત સંધ્યા યોજાશે. જિનાલયોમાં પરમાત્માની ભવ્યાતિભવ્ય અંગ રચના થશે. ભાવિકો આંગીના દર્શન કરીને ધનય પોકારી ઉઠશે.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!