Connect with us

Gujarat

સ્વામીનારાયણ સંપ્રદાય જ્ઞાનનો અખાડો નહીં પણ પૈસા ભેગા કરવાની સંસ્થા : કાલોલ ભાજપના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણનું વિવાદિત વિધાન

Published

on

Swaminarayan Sampradaya is not an arena of knowledge but an institution to collect money: Kalol BJP MLA Fatesinh Chauhan's controversial statement

પવાર

સાળંગપુરમાં હનુમાનજીના ભીંતચિત્રોનો વિવાદ ઉકેલાયા બાદ સ્વામીનારાયણ અને સનાતન ધર્મ વચ્ચે વિવાદ વધી રહ્યો છે. આ બાબતે હજી પણ સનાતની સંતો નમતુ જોખવા તૈયાર નથી. બીજી બાજુ હવે આ મુદ્દે ભાજપના ધારાસભ્યએ નિવેદન આપતો વીડિયો વાયરલ થયો છે. કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે સ્વામીનારાયણ સંપ્રદાય પર નિવેદન આપતાં જણાય છે કે, હું એકવાર સોખડા ગયો હતો અને સત્સંગમાં મેં કીધું હતું કે તમે સદગુરુને માનો છો? ત્યારે એક જણાએ કહ્યું હતું કે ’ના’ કેમ? મેં ત્યારે કહ્યું હતું કે જેને જેને સદગુરુનો દોષ લાગ્યો હોય તે ધરતી પર રહ્યા નથી.સ્વામીનારાયણ સંપ્રદાય જ્ઞાનનો અખાડો નહીં પણ પૈસા ભેગા કરવાની સંસ્થા છે. ત્યાં ધર્મનું કોઈ જ્ઞાન નથી. સંપ્રદાયના અનેક મંદિરોમાં ઝઘડા ચાલે છે અને વ્યભિચારી સંતો મીડિયામાં આવતાં રહે છે.

Swaminarayan Sampradaya is not an arena of knowledge but an institution to collect money: Kalol BJP MLA Fatesinh Chauhan's controversial statement

રાજકોટના સ્વામીનારાયણ સંપ્રદાયના આચાર્ય દિનેશ પ્રસાદે સનાતન ધર્મના દેવી દેવતાઓ સામે કરેલા બફાટનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં આચાર્ય દિનેશ પ્રસાદ એવું કહેતા સંભળાય છે કે, દેવી-દેવતા કાઢવાના છે, ભગવાનની આજ્ઞા છે, આ જે કંઈ થાય છે તે ભગવાનની લીલા સમજીને ચાલો. ભગવાન સ્વામિનારાયણ હવે સનાતનીઓથી રાજી નથી અને આપણે હવે કોઈ દેવી-દેવતા સાથે કોઈ સંબંધ રાખવાનો નથી. સ્વામિનારાયણ ભગવાન આપડો આખો ધર્મ અલગ કરી રહ્યા છે. હિન્દુ ધર્મના એવા લોકો કે જેઓ દેવી-દેવતાને માનતા નથી તેમને સ્વામિનારાયણ ભગવાન સ્વીકારશે. કોઈ સનાતનીએ આવવાની કોઈ જરૂર નથી. સનાતન ધર્મ પાડતા લોકોએ મારી બાજુ ફરકવું નહીં. ભગવાનની આજ્ઞા સિવાયના સંપ્રદાયો હવે બંધ થવાના છે.

Continue Reading
Advertisement
error: Content is protected !!