Connect with us

Gujarat

રાજયમાં એવું વાતાવરણ બનાવીએ કે ક્રાઈમ રોકવા કરતા ક્રાઈમ થાય જ નહીં : ભૂપેન્‍દ્રભાઈ પટેલ

Published

on

Let's create such an atmosphere in the state that instead of preventing crime, crime does not happen: Bhupendrabhai Patel

કુવાડીયા

વ્‍યાજખોરોથી મુક્‍તિ,સ્‍વનિધિ યોજના અન્‍વયે જરૂરતમંદ લોકોને સહાય જેવા અભિયાનથી સામાજિક જીવનમાં લોકોને પોલીસ પ્રત્‍યે આદરભાવ જાગ્‍યો : મુખ્‍યમંત્રી મુખ્‍યમંત્રીના અધ્‍યક્ષ સ્‍થાને ગાંધીનગરમાં ગુજરાત પોલીસની ક્રાઈમ કોન્‍ફરન્‍સનો પ્રારંભ : ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી,ગૃહ વિભાગના અધિક મુખ્‍ય સચિવ મુકેશ પુરી, પોલીસ મહાનિદેશક વિકાસ સહાય અને રાજયના શહેરોના પોલીસ કમિશનરશ્રીઓ, અધિક પોલીસ મહાનિર્દેશકશ્રીઓ, રેન્‍જ આઇ.જી તથા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીઓ અને ડીસીપી એક દિવસીય કોન્‍ફરન્‍સમાં સહભાગી

મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના અધ્‍યક્ષ સ્‍થાને ગાંધીનગરમાં ગુજરાત પોલીસની ક્રાઈમ કોન્‍ફરન્‍સનો પ્રારંભ થયો છે. ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી, ગૃહ વિભાગના અધિક મુખ્‍ય સચિવ મુકેશ પુરી, પોલીસ મહાનિદેશક વિકાસ સહાય અને રાજયના શહેરોના પોલીસ કમિશનરશ્રીઓ ,અધિક પોલીસ મહાનિદેશકશ્રીઓ, રેન્‍જ આઇ.જી તથા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીઓ અને ડીસીપીઓ પણ આ એક દિવસીય કોન્‍ફરન્‍સમાં સહભાગી થયા છે. આ કોન્‍ફરન્‍સનો પ્રારંભ કરાવતા મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે સ્‍પષ્ટપણે જણાવ્‍યું કે વરિષ્ઠ અધિકારીઓથી લઈને નાનામાં નાના પોલીસકર્મી સુધી સૌ પ્રજા હિત અને સમાજ જીવનની શાંતિ સલામતિ અને સુરક્ષા માટેની સમાનᅠ વિચારધારા સાથે કાર્યરત રહીને આ ક્રાઈમ કોન્‍ફરન્‍સના હેતુઓ સાકાર કરી શકાશે.

Let's create such an atmosphere in the state that instead of preventing crime, crime does not happen: Bhupendrabhai Patel

તેમણે દરેક વસ્‍તુમાં ક્રાઇમ અને ક્રાઈમને જોવાની આપણી દ્રષ્ટિ બેયમાં બદલાવ લાવવાનો અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે રાજયમાં એવું વાતાવરણ બનાવીએ કે ક્રાઈમ રોકવા કરતા ક્રાઈમ થાય જ નહીં. મુખ્‍યમંત્રીશ્રીએ ડ્રગ્‍સના દૂષણ સામે ઝીરો ટોલરન્‍સ થી પેશ આવીને મૂળ સુધી પહોંચવા સ્‍પષ્ટ તાકીદ કરી હતી. પોલીસ માત્ર કાયદો વ્‍યવસ્‍થા ની જાળવણી જ નહિ કોવિડ જેવા કપરા સમયમાં જાનના જોખમે પણ પ્રજાની સેવામાં ખડે પગે રહી છે તે માટે તેમણે અભિનંદન પાઠવ્‍યા હતા. મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું કે વ્‍યાજખોરોથી મુક્‍તિ, સ્‍વનિધિ યોજના અન્‍વયે જરૂરતમંદ લોકોને સહાય જેવા અભિયાનથી સામાજિક જીવનમાં લોકોને પોલીસ પ્રત્‍યે આદરભાવ જાગ્‍યો છે. તેમણે કહ્યું કે તમે સારું કાર્ય કરો સરકાર તમારી પડખે ઊભી રહેવા તૈયાર છે. ગુજરાત વિકાસનું રોલ મોડલ અને બેસ્‍ટ ડેસ્‍ટિનેશન ફોર ઇન્‍વેસ્‍ટમેન્‍ટ બન્‍યું છે તેમાં ગુજરાતની સંગીન કાયદો વ્‍યવસ્‍થાની સ્‍થિતિ એ ટીમ પોલીસને આભારી છે એમ તેમણે કહ્યું હતું. વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીના નેતૃત્‍વમાં દેશના અમૃત કાળમાં વિકસિત ભારત માટે સૌ સાથે મળીને વિકસિત ગુજરાતના નિર્માણમાં લીડ લઈએ તેવો અનુરોધ મુખ્‍યમંત્રીશ્રીએ સૌ પોલીસ અધિકારીઓને કર્યો હતો.

મુખ્‍યમંત્રીશ્રીના હસ્‍તે ગુજરાત પોલીસની ‘ત્રણ વાત અમારી ત્રણ વાત તમારી’ પોર્ટલનું લોન્‍ચિંગ પણ કરવામાં આવ્‍યું હતું.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!