Gujarat
લોકસભા પહેલા ગુજરાત કોંગ્રેસમાં મૂળિયાંથી જ થશે મોટો ફેરફાર, આ લોકોને કરાશે સાઈડ લાઈન, શક્તિસિંહે કર્યું એલાન
કુવાડીયા
લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસની તૈયારીઓ શરુ, શક્તિસિંહ ગોહિલના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ બેઠકોનો દોર શરુ, ગુજરાત જિલ્લા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસના પ્રમુખો સાથે શક્તિસિંહની બેઠક
રાજ્યના જિલ્લા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસનાં પ્રમુખો સાથે પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ બેઠક યોજી છે તેમજ નિષ્ક્રિય સભ્યોને બહારનો રસ્તો દેખાડવાનો તખ્તો પણ તૈયાર કરાયો છે. લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત કોંગ્રેસ બેઠકોનો ધમધમાટ શરૂ કરી દીધો છે.અત્રે જણાવીએ કે, શક્તિસિંહ ગોહિલ પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ બેઠકોનો દોર ચાલાવી રહ્યાં છે. ગુજરાત જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખો અને શહેર કોંગ્રેસના પ્રમુખો સાથે પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ બેઠક યોજી છે તેમજ નિષ્ક્રિય સભ્યોને બહારનો રસ્તો દેખાડવાનો તખ્તો પણ તૈયાર કરાયો છે. સંગઠનનાં સક્રિય અને નિષ્ક્રિય સભ્યોની યાદી બનાવી પગલા લેવાશે. આપને જણાવીએ કે, શક્તિસિંહ ગોહિલ જિલ્લા અને શહેર પ્રમુખો સાથે વન ટૂ વન બેઠક કરી માહિતી મેળવી છે અને જરૂરી પગલા લેવા સૂચનો પણ આપી છે.
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું કે, ટીમ શક્તિસિંહમાં સક્રિય અને નવા ચહેરાઓ જોવા મળશે તેમજ જિલ્લા પ્રમુખો સાથેની બેઠકમાં શક્તિસિંહનો સ્પષ્ટ સંદેશ છે કે, કામ ન કરનાર હોદ્દેદારોને સાઈડ લાઈન કરાશે. તેમજ જે લોકો કામ નથી કરતા કે નથી કરી શકતા તે સ્વૈચ્છિાએ જગ્યા છોડે તેમ શક્તિસિંહએ કહ્યું છે. સંગઠનમાં સક્રિય ન હોય તેવા હોદ્દેદારોને દૂર કરી નવા ચહેરાઓને સ્થાન અપાશે અને આગામી દિવસોમાં યોજાનાર પાર્ટીના કાર્યક્રમોને લઈને પણ બેઠકમાં ચર્ચા થઈ છે. જિલ્લા સ્તરે પક્ષને મજબૂત બનાવવા અંગે પણ જિલ્લા પ્રમુખો સાથે વન ટુ વન ચર્ચા કરવામાં આવી છે