Connect with us

Bhavnagar

ભાવનગરમાં યુનિવર્સિટીનું બી. કોમ. નું પેપર લીક થવાનો આક્ષેપ, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ટ્વિટ કર્યું – ખળભળાટ

Published

on

B. of University in Bhavnagar. Community. Alleged leak of paper, student leader Yuvraj Singh tweeted - commotion

મિલન કુવાડિયા

યુનિવર્સિટીનું પેપર વાયરલ થયાનો દાવો, યુવરાજસિંહ જાડેજાએ Tweet કરી તપાસની માંગ કરી, ગુજરાતમાં ફરી પેપર ફૂટવાની વધુ એક ઘટના! યુવરાજસિંહ જાડેજાએ કર્યો ચોંકાવનારો દાવો, Tweet સમગ્ર જાણકારી આપી

યુવરાજસિંહે ટ્વીટમાં લખ્યું કે, જાગૃત વિદ્યાર્થી દ્વારા મળતી માહિતી પ્રમાણે પેપર શરૂ થયા અગાઉ વિવિધ વોટ્સએપ નંબરો પર પેપર વાયરલ થયું હતું. જે પેપર વાયરલ થયું હતું તે જ પેપર પૂછાયું હોવાની પણ યુવરાજસિંહે પુષ્ટિ કરી છે.

ભાવનગરમાં યુનિવર્સિટીનું બી. કોમ. નું પેપર લીક થવાનો આક્ષેપ થયો છે. આ અંગે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ટ્વિટ કરીને આક્ષેપ કર્યો છે.જેમાં બીકોમ સેમેસ્ટર-6નું પેપર પરીક્ષા પહેલા લીક થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફાઈનાન્સ એકાઉન્ટનું પેપર લીક થયું હોવાની આશંકા છે. જેને લઈ ખળભળાટ મચી જવા પામ્યો છે. ગુજરાતમાં પેપર લીકકાંડની ઘટનામાંથી કળ વળ્યો નથી, ત્યાં ફરી એકવાર ભાવનગર યુનિવર્સિટીનું પેપર વાયરલ થવાનો વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે દાવો કર્યો છે. આજે યુવરાજસિંહે ટ્વીટ કરીને દાવો કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. યુવરાજસિંહે ટ્વીટમાં લખ્યું કે, જાગૃત વિદ્યાર્થી દ્વારા મળતી માહિતી પ્રમાણે પેપર શરૂ થયા અગાઉ વિવિધ વોટ્સએપ નંબરો પર પેપર વાયરલ થયું હતું. જે પેપર વાયરલ થયું હતું તે જ પેપર પૂછાયું હોવાની પણ યુવરાજસિંહે પુષ્ટિ કરી છે.

B. of University in Bhavnagar. Community. Alleged leak of paper, student leader Yuvraj Singh tweeted - commotion

 

Advertisement

જેના કારણે યુવરાજસિંહે તપાસ કરવાની માંગ કરી છે. તમને જણાવી દઈએ કે ભાવનગર યુનિવર્સિટીનું ફાઈનાન્સ એન્ડ એકાઉન્ટનું પેપર હતું.  યુવરાજસિંહ જાડેજાએ ટ્વિટ કરીને જણાવ્યું કે (મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.) ની પરીક્ષા હતી. જેમાં FINANCE & ACCOUNTS-XII(MANEGEMENT ACCOUNTING-||) નું પેપર હતું. આ પરીક્ષાનો સમય -૩:૩૦ થી ૬:૦૦ કલાકનો હતો. પરંતુ એક જાગૃત વિદ્યાર્થી દ્વારા મળતી માહિતી પ્રમાણે પેપર શરૂ થયા અગાઉ પેપર વિવિધ વોટ્સ એપ નંબરો ઉપર વાઇરલ હતું. વોટ્સએપ પર જે પેપર વાઇરલ થયું હતું તે સમય ૩:૧૨ કલાકેના સ્ક્રીનશોર્ટ પુરાવા સાથે હતું. યુવરાજસિંહે જણાવ્યું હતું કે, પેપરની અમે પુષ્ટિ કરેલ છે. પેપર તે જ હતું. જે કોલેજમાં પૂછાયું હતું, પરંતુ પેપર સૌ પ્રથમ ક્યાં ઇરાદે અને કોના દ્વારા વાઇરલ થયું તેની સંપૂર્ણ માહિતી અમારા જોડે નથી. સરકાર દ્વારા જો એમાં સચોટ તપાસ થશે તો ચોક્કસ પણે ઘણા ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.

Continue Reading
Advertisement
error: Content is protected !!