Offbeat
અજબ – ગજબ ! ભારતની અનોખી જગ્યા જ્યાં કુદકો મારવાથી હલે છે જમીન….
આ દુનિયામાં એવી ઘણી ચમત્કારી જગ્યાઓ છે કે, જેના વિશે સાંભળી ને આપણે વિશ્વાસ ન થાય
તો ચાલો આજે અમે તમને આપણા દેશ માં આવેલી એવીજ એક વિચિત્ર જગ્યા થી પરિચિત કરાવીએ. આ જગ્યા છતીસગઢ રાજ્યના અમ્બીકાપુર જીલ્લાના મૈનપાટ વિસ્તારમાં આવેલી છે જેને છતીસગઢનું શિમલા તરીકે પણ ઓળખવામાં આવે છે.
છતીસગઢ પ્રશાસન ધ્વારા સુચના નું બોર્ડ પણ લગાડવા આવ્યું છે. તેના પર લખ્યું છે, ‘આ એક અજુબો છે, અહિયાં ની ધરતી હલી રહી છે. આપ પણ ખુબજ સહેલાઇ થી કુદકો મારીને ધરતી ને હલાવો અને જીવન નો અનેરો આનંદ મેળવો.’
સરળ શબ્દોમાં કહીએ તો અહીની જમીન સ્પંચ જેવી છે. જયારે કોઈ વ્યક્તિ અહીની જમીન પર કુદકો મારે તો તે ભાગ નીચે દબાઈ જાય છે અને પછી થોડીજ ક્ષણોમાં તે પોતાના જુના સ્વરૂપમાં પરિવર્તિત થઇ જાય છે.
અહીના સ્થાનિકો નું માનવું છે કે એક સમયે ત્યાં પાણી નો સ્ત્રોત રહ્યો હશે. જે ઉપર ની સપાટીએ સંપૂર્ણ સુકાઈ ગયું હશે અને અંદરની સપાટી કાદવયુક્ત જમીન હોવાને લીધે તેના પર કુદકો મારવાથી તે હલી રહી છે.
જયારે, વૈજ્ઞાનિકો નું માનવું છે કે, ત્યાની જમીન ની નીચે આંતરિક દબાણ અને ખાલી ભાગે પાણી ભરાયું હશે તેને કારણે તે જમીન કદાવયુક્ત અને પોચી છે.
ભલે, કારણ જે કઈ પણ હોય આ જગ્યા પ્રવાસીઓ માટે અજાયબી થી ઓછી નથી. રોજના હજારો પ્રવાસીઓ અહીની મુલાકાતે આવીને આનંદ મેળવે છે. અને સ્થાનિકો ને પ્રવાસીઓને કારણે રોજીરોટી પણ મળી રહી છે.