Connect with us

Bhavnagar

તલગાજરડા ખાતે હનુમાન જન્મોત્સવના ઉપલક્ષમાં એવોર્ડ અર્પણ સમારોહ : 13 મહાનુભાવોના સન્માન

Published

on

Award presentation ceremony on the occasion of Hanuman Janmotsav at Talgajarda: Honoring 13 dignitaries

મિલન કુવાડિયા

જેકી શ્રોફ, સુનીલ લહેરી, રમા વૈદ્યનાથન, ઉસ્તાદ ફઝલ કુરેશી, પં.રાહુલ શર્મા, સંજય ઓઝા, વૃંદાવન સોલંકી, નિરંજન વોરાનો સમાવેશ

આગામી તા. 4-5-6 એપ્રિલ દરમ્યાન શ્રી ચિત્રકૂટધામ તલગાજરડા ખાતે પૂજ્ય મોરારિબાપુની સંનિધિમાં શ્રી હનુમાન જન્મોત્સવ ઉજવવામાં આવશે. પ્રતિવર્ષ યોજાતા હનુમાન જન્મોત્સવના કાર્યક્રમ અંતર્ગત આ વર્ષે વિવિધ ક્ષેત્રના તેર મહાનુભાવોની એવોર્ડથી વંદના કરવામાં આવશે. જેમાં 1. સંજય ઓઝા (અવિનાશ વ્યાસ એવોર્ડ) 2.વૃંદાવન સોલંકી (કૈલાસ લલિતકલા એવોર્ડ) 3.અજીત ઠાકોર (વાચસ્પતિ (સંસ્કૃત) એવોર્ડ) 4. ડો નિરંજના વોરા (ભામતી, (સંસ્કૃત) એવોર્ડ) 5.સ્વ. કિશનભાઈ ગોરડિયા (સદ્દભાવના એવોર્ડ) 6.ચંપકભાઈ એલ. ગોડિયા (ભવાઈ નટરાજ એવોર્ડ) 7.અમિત દિવેટિયા (ગુજરાતી રંગમંચ, નાટક, નટરાજ એવોર્ડ) 8.સુનીલ લહેરી (હિન્દી ટીવી શ્રેણી,નટરાજ એવોર્ડ) 9.જેકી શ્રોફ (હિન્દી ફિલ્મ-નટરાજ એવોર્ડ) 10. વિદુષી રમા વૈદ્યનાથન (ભરતનાટ્યમ,નૃત્ય, હનુમંત એવોર્ડ) 11. ઉસ્તાદ ફઝલ કુરેશી (તબલાં તાલવાદ્ય, હનુમંત એવોર્ડ) 12. પંડિત રાહુલ શર્મા (સંતુર,શાસ્ત્રીય વાદ્યસંગીત, હનુમંત એવોર્ડ) 13. પંડિત ઉદય ભવાલકર (શાસ્ત્રીય ગાયન-હનુમંત એવોર્ડ) મુખ્ય છે.

Award presentation ceremony on the occasion of Hanuman Janmotsav at Talgajarda: Honoring 13 dignitaries

આ ઉપરાંત તારીખ 4ના રાત્રિએ 8 વાગ્યે પંડિત શ્રી ઉદય ભવાલકર દ્વારા શાસ્ત્રીય ગાયન રજુ કરવામાં આવશે જેમાં શ્રી ચિંતન ઉપાધ્યાય(ગાયન) અને શ્રી પ્રતાપ અવાડ (પખાવજ) સંગતી કરશે. એ જ ક્રમમાં તરીખ 5 ની રાત્રિએ 8 વાગ્યે શાસ્ત્રીય વાદ્યસંગીત શ્રેણી અંતર્ગત પંડિત શ્રી રાહુલ શર્મા દ્વારા સંતુરવાદન પ્રસ્તુત થશે જેમાં ઉસ્તાદ ફઝલ કુરેશી સંગતિ કરશે.તા.6 એટલે હનુમાન જન્મોત્સવનો શુભ દિવસ. સવારે 8.30 કલાકે શ્રી ચિત્રકૂટધામ ખાતે સુંદરકાંડનો પાઠ થશે અને શ્રી હનુમાનજીની આરતી થશે. એ પછી વિદુષી શ્રી રમા વૈદ્યનાથન દ્વારા ભરતનાટ્યમ પ્રસ્તુત કરવામાં આવશે. ત્યારબાદ એવોર્ડ અર્પણવિધિ થશે અને અંતમાં હનુમાન જન્મોત્સવ સંદર્ભે પૂજ્ય બાપુ દ્વારા પ્રાસંગિક અભિવ્યક્તિ કરવામાં આવશે. રાત્રિ કાર્યક્રમો શ્રી ચિત્રકૂટધામની યુ ટ્યુબ ચેનલ પર જોઈ શકાશે અને એવોર્ડ વિતરણ સમારોહનું અસ્થા ટીવી પર પ્રસારણ થશે.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!