Sihor
સિહોરના ટાણા ગામે સ્કૂલ શાળા પાસે વિદ્યાર્થીઓની સલામતી માટે સ્પીડ બ્રેકર મુકો ; રજુઆત
પવાર
ટાણા ગામે નવા બનેલા રોડમાં બેફામ દોડતા વાહનો, કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ તે પહેલાં સ્પીડ બ્રેકર મુકવાની માંગ, શાળા સંસ્થા દ્વારા રોડ વિભાગને પત્ર લખ્યો કે આ મુખ્ય હાઇવે છે તત્કાલ સ્પીડ બ્રેકર મુકો અન્યથા મોટી દુર્ઘટના સર્જાઈ તેવી ભીતિ વ્યક્ત કરી
સિહોરના ટાણા ગામે નવા બનેલા રોડમાં શાળા નજીક સ્પીડ બ્રેકર મુકવામાં આવેલ નથી, અકસ્માતની ભિતી સેવાઇ રહી છે. આ રોડ પરથી વધુ સ્પીડમાં વાહનો પસાર થઈ રહ્યા છે. તાજેતરમાં જ થોડા દિવસો પહેલા આ રોડ પર અકસ્માતની ઘટનાઓ બની છે, શાળાએ પત્ર તંત્રને લખી રજુઆત કરી છે આ રસ્તા પર ટ્રાફિક રહે છે અને વાહનો ની સ્પીડ રહે છે.
જેથી વિદ્યાર્થીઓની સલામતી માટે સ્પીડબ્રેકરની તાતી જરૂરિયાત ઉભી થઇ છે. શાળાએ તંત્રને લખેલા પત્રમાં જણાવ્યું છે કે અમારી શાળા ની બાજુમાં અલંગ ભાવનગર મેઈન હાઈવે પસાર થઇ છે અને શાળા સમય દરમિયાન ફુલ સ્પીડ વાહનો પસાર થઈ અને ધણીવાર આકસ્મિક બનાવો પણ બન્યા છે.તો આપ સાહેબશ્રી ને અરજ છે કે અમારી શાળા શ્રી એમ.બી.ગોધાણી ઉ.મા.શાળા પાસે આપ રોડ પર યોગ્ય સ્પીડ બ્રેકર મુકી આપશો અપેક્ષા છે.