Sihor
સિહોર પોલીસ મથકના એ.એસ.આઈ અર્જુનસિંહની રંગેચંગે વિદાય અપાઈ
Pvar
વયમર્યાદા ને લઈ ફરજ ઉપરથી મુક્ત થયા અર્જુનસિંહ – પાલિતાણા ડી.વાય.એસ.પી બારીયા વિશેષ ઉપસ્થિત
સિહોર પોલીસ સ્ટેશન ના ASI અર્જુનસિંહ એલ ગોહિલ નો વયમર્યાદા ને લઈ નિવૃત્ત થતા ભવ્ય વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. વિદાય વેળાએ અર્જુનસિંહ ગોહિલે પોલીસ સ્ટેશન ખાતે સાષ્ટાંગ દંડવત કરી અને પોલીસ અધિકારી એચ જી ભરવાડ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા ફૂલહાર ફૂલડાં થી વધાવ્યા હતા અને ઢોલ નગારા સાથે ખુલ્લી જીપ માં બેસાડી અને આગળ નો કાર્યક્રમ ક્રિષ્ના પાર્ટી પ્લોટ ખાતે વિદાય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ વિદાય સમારોહ પ્રસંગે પાલીતાણા નાયબ પોલીસ અધિક્ષક મિહિર બારીયા ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. સાથે જ સિહોર મોંધીબા જગ્યા ના મહંત પ. પૂ શ્રી જીણારામ બાપુ દ્વારા આશીર્વચન પાઠવામાં આવ્યા હતા. સિહોર પોલીસ સ્ટેશન અધિકારી એચ જી ભરવાડની ઉપસ્થિતિ માં વિદાય સમારોહ કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં પોતાના વતન ટોડાગામના આગેવાનો,રાજકીય આગેવાનો,સામાજીક કાર્યકર,સંસ્થાઓ, પાલીતાણા ના.પો.કચેરી.સોનગઢ પો.સ્ટે.સિહોર પો.સ્ટે.પરિવાર. મોંઘીબા જગ્યા , સગા સબંધીઓ,મિત્ર સર્કલ, ક્ષત્રિય સમાજ,જગદીશ્વરાનંદ સોસાયટી, હોમગાર્ડ,GRD,TRB,L.P.C બહેનો તેમજ ખાસ તેમના પુત્રો જે બોટાદ માં નાયબ મામલતદાર,તેમજ એક ડોક્ટર તરીકે ફરજ અદા કરે છે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ અર્જુનસિંહને વિદાય આપી શુભકામનાઓ પાઠવી હતી.