Sihor
સિહોરના સોનગઢ નજીક એકલીયા તળાવમાંથી પરેશ નામના યુવકનો મૃતદેહ મળ્યો ; હત્યા, આત્મહત્યા કે અકસ્માત.?

દેવરાજ ; બ્રિજેશ
બનાવને લઈ ચકચાર, એકલીયા તળાવમાં કોઈનો મૃતદેહ પડ્યો છે તેવી જાણકારી ફાયર વિભાગને મળતા કાફલો દોડી ગયો, સોનગઢ પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ
મળી રહેલા અહેવાલો મુજબ સિહોરના સોનગઢ નજીક એકલીયા તળાવમાંથી પરેશ નામના યુવકનો મૃતદેહ મળ્યો છે બનાવમાં હત્યા, આત્મહત્યા કે અકસ્માત છે તે દિશામાં પોલીસે તપાસ આદરી છે. આજે બપોરના સમયે સિહોર ફાયરને જાણકારી મળે છે કે સિહોરના સોનગઢ નજીક આવેલ પાલીતાણા રોડ પર આવેલ એકલીયા તળાવમાંથી એક યુવકનો મૃતદેહ પડ્યો છે. જાણકારી બાદ સિહોર ફાયરના કૌશિક રાજ્યગુરુ, ધર્મેન્દ્ર ચાવડા સહિતનો કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો.
અને ભારે તજવીજ જહેમત બાદ યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો બનાવને લઈ સોનગઢ પોલીસના મહિલા અધિકારી ડાંગર સહિત સ્ટાફ દોડી ગયો હતો. અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો બનાવને લઈ અનેક ચર્ચાઓ સાંભળવા મળી હતી. નાનીમાળ ગામના યુવાન પરેશ પરમારનો મૃતદેહ હોવાનું તપાસમાં ખુલ્યું હતું. તેમના પરિવારે પણ હત્યા થઈ હોવાની શંકા વ્યક્ત કરી હતી. બનાવ હકીકતમાં હત્યા છે.? આત્મહત્યા.? કે અકસ્માત છે.? તે દિશામાં પોલીસે સઘન તપાસ આદરી છે.