Ahmedabad
અમદાવાદ જિલ્લા આશ્રમશાળા કર્મચારી સંધ દ્વારા વિવિધ 18 મુદ્દાઓને લઈ રેલી કાઢી આવેદનપત્ર પાઠવવામા આવ્યુ
આજ રોજ 15 સપ્ટેમ્બર 2022નાં રોજ અમદાવાદ જિલ્લા આશ્રમશાળા કર્મચારી સંધ દ્વારા રેલી કાઢી અમદાવાદ જિલ્લા કલેક્ટરશ્રીને આશ્રમશાળાના 18 જેટલા મુદ્દાઓને લઈ ને આવેદનપત્ર આપવામા આવ્યુ.આ કાર્યક્રમ મા આશ્રમશાળાના કર્મચારીઓ મોટી સંખ્યામા રેલી સ્વરુપે કલેક્ટર કચેરીએ પહોચ્યા હતા.
1.આશ્રમશાળામા ફરજ બજાવતા અનુસુચિત જાતિ અને વિકસતી જાતીના કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ આપવો,
2. આશ્રમશાળાના કર્મચારીઓને 4200/- ગ્રેડપે નો લાભ આપવો, આશ્રમશાળાના કર્મચારીઓને સળંગ નોકરીનો લાભ આપવો, આશ્રમશાળા ગૃહપતીની જોગવાઈ કરવી, તેમજ જુની પેન્શન યોજના લાગુ કરવી. આવા 18 મુદ્દાઓ સાથે અમદાવાદ જિલ્લા કલેક્ટરશ્રીને મોટી સંખ્યામાં આશ્રમશાળાના કર્મચારીઓએ રેલી કાઢી અવેદનપત્ર આપવામા આવ્યુ હતુ આ પ્રશ્નોનુ નિરાકરણ ન આવે તો આ અંગે આંદોલનનો કાર્યક્રમ ધડી કાઢવામા આવ્યો.
1. તા. 16-09-2022 થી 18-09-2022 રોજ કાળી પટ્ટી ધારણ કરવી.
2. તા. 19-09-2022ના રોજ માસ સી.એલ. ભોગવશે.
3. તા. 22-09-2022ના રોજથી શૈક્ષણીક અને બિન શૈક્ષણિક કર્મચારીઓએ જિલ્લા કલેકટર કચેરી એ એક દિવસ ધરણા કરવા.
આમ છતા પ્રશ્નોનુ નિરાકરણ ન આવે તો તા. 7-10-2022 સોમવારે ગાધીનગરમા ધરણા કરી માન.મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપવુ. તેમ છતા પ્રશ્નનોનુ નિરાકરણ ન આવેતો..તા. 1-11-2022ના રોજથી અચોક્કસ મુદતની હડતાલ સુધીના જલદ કાર્યક્રમ આપવામા આવશે આવી ચીમકી અમદાવાદ જિલ્લા આશ્રમશાળા કર્મચારી સંધના પ્રમુખશ્રી. કિરણભાઈ પટેલ તથા મંત્રીશ્રી. પ્રહલાદભાઇ બી સોલંકી અને કર્મચારીઓ દ્વારા આપવામા આવી છે