Sihor
સરકારી ડોક્ટરની પ્રશંસનીય કામગીરી

પવાર
સિહોર સરકારી હોસ્પિટલના ડોક્ટરે 2 કલાકમાં 7 સફળ ડિલવરી કરાવી ; આવનાર દર્દી માટે હાલ હોસ્પિટલ આશીર્વાદ સમાન
સિહોર સરકારી હોસ્પિટલના મહિલા ડો રૂબીનાબેન પઢીયાર અને ડો પારેખ મેડમ સહિત અનુભવી નર્સિંગ સ્ટાફ અને આશા બહેનો દ્વારા 2 કલાકમાં 7 સફળ ડિલિવરી કરાવાઈ છે. આ પ્રકારની પ્રશંસનીય કામગીરી કરતા સિહોર તથા આજુ બાજુના ગામના લોકો માટે સીએચસી હોસ્પિટલ આશીર્વાદ સમાન બની રહી છે. સિહોર હોસ્પિટલમાં ગતરાત્રીએ 2 કલાકમાં એક પણ માતા કે બાળકના મરણ વગર 7 સફળ ડિલિવરી કરાવવામાં આવી છે.
જેમાં 7 પૈકી કેટલીક જોખમી ડિલિવરી કરાવવામાં આવી છે. સિહોર સીએચસી હોસ્પિટલના મહિલા ડોક્ટર રૂબીનાબેન પઢીયાર અને ડો પારેખ મેડમ અને અનુભવી એવા નર્સિંગ સ્ટાફ દ્વારા 7 ડિલિવરી સફળ રીતે કોઈ પણ પ્રકારના complication વગર કરાવવામાં આવી છે. સરકારી હોસ્પિટલના ડોક્ટર અને અનુભવી સ્ટાફની સરાહનીય કામગીરીથી શહેર અને તાલુકાના મધ્યમ વર્ગના, નાના, અને પછાત પરિવારોને ડિલિવરી માટે ખાનગી હોસ્પિટલમાં મસમોટી ફિથી રાહત મળી છે. જેથી સિહોર તેમજ તાલુકાના લોકો ડોક્ટર અને નર્સિંગ ટિમ સ્ટાફની કામગીરીને બિરદાવી રહ્યાં છે.
CHC માં તમામ સુવિધા અને ઇમરજન્સી સેવા ઉપલબ્ધ છે ; ડો રૂબીના પઢીયાર
સિહોર CHC હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ રૂબિનાબેન પઢિયાર દ્વારા જણાવેલ કે હોસ્પિટલ લમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે અને ઇમરજન્સી સેવા ૨૪ કલાક શરૂ છે ત્યારે હાલ આ હોસ્પિટલ માં બે મહિલા ગાયનેક તબીબ ને લઈ આ સરકારી હોસ્પિટલમાં શહેર ગ્રામ્યપંથકમાં સ્ત્રી વિભાગ માં મહિલા તબીબ ને લઈ વધુ પડતી OPD હોય છે અને બહેનોની પ્રસૂતિ સહિત પ્રશ્નોને નિરાકરણ થાય છે.