Bhavnagar
સંસદની જાહેર હિસાબ સમિતિની સબ કમિટીના કન્વિનર પદે શકિતસિંહ ગોહિલની વરણી

કુવાડીયા
સંસદની જાહેર હિસાબ સમિતિ (પબ્લીક એકાઉન્ટ કમિટી) ની સબ કમિટી (સિવિલ-૧) ના કન્વિનરની જવાબદારી રાજયસભાના કોંગ્રેસના સભ્ય અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના તાજેતરમાં વરાયેલા નવનિયુકત પ્રમુખ શકિતસિંહજી ગોહિલને સોંપવામાં આવતા ચારેયકોરથી અભિનંદન વર્ષા થઇ રહી છે. ગઇકાલે લોકસભા સેક્રેટેરીયટ ના ડાયરેકટર ભારતી સંજીવ તુટેજા દ્વારા આ હુકમ કરવામાં આવ્યો હતો.