Sihor
સિહોર પ્રગટેશ્વર હનુમાન લીંબડી ખાતે આંગણવાડી પોષણ માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

પવાર
બાળકોને લીલું પોષણ આપવા માર્ગદર્શન અપાયું – લીલા વસ્ત્રોમાં બાળકો પણ હરિયાળા ખીલી ઉઠ્યા હતા
સંકલિત બાળવિકાસ યોજના કચેરી અંતર્ગત સિહોર પ્રગટેશ્વર ૧ ખાતે આવેલ હનુમાનજી લીંબડી પાસે આવેલ આંગણવાડી ખાતે યોજના અધિકારી નીલમબેન જોષી અલ્પાબેન જાદવ દ્વારા માર્ગદર્શન સાથે પોષણ માર્ગદર્શન અપાયું હતું.બાળકો લીલા કપડાં માં સજજ થઈને આવ્યા હતા
જેના લીધે બાળકો હરિયાળા વન જેવા ખીલી ઉઠી હતા. લીલી વનસ્પતિ તેમજ ખોરાકના પોષણ અંગે માહિતી માર્ગદર્શન સાથે જણાવેલ કે લીલા કપડાં,લીલા બાળકો,લીલો ગ્રેડ,લીલું ગુજરાત,લીલું હરિયાળું ભારત દેશ તેમજ સૂત્રોચાર સાથે રેલી કાઢવામાં આવી હતી.
આ બાળકો સાથે વાલીઓ તેમજ આંગણવાડી બહેનો , હેલપરો રેલી સ્વરૂપે નીકળતા આકર્ષિત અને આકર્ષક રહેલ પોષણ પખવાડિયા સંદર્ભે સિહોર તાલુકા કચેરીના હેમાબેન દવેના સંકલન સાથે ધાન્ય ખોરાક અને આરોગ્ય જાગૃતિ સાથે વિવિધ માહિતી પૂરી પાડવામાં આવી. અહીંયા કચેરીના કર્મચારીઓ તેમજ આંગણવાડી પરિવારના કર્મચારી બહેનો જોડાયા હતા.