Connect with us

Sihor

સિહોર જીઆઇડીસી 4 વિસ્તારમાં આવેલ એક રોલિંગમિલની ઘટના, મજૂર પાણીના ટાકામાં ડૂબ્યો

Published

on

An incident at a rolling mill in Sihore GIDC 4 area, a laborer drowned in a water tank

દેવરાજ

યુપીના સુનિલ યાદવનું ટાકામાં ડૂબી જવાથી મોત, લાશને પીએમ અર્થે સિહોર હોસ્પિટલ ખસેડવામાં આવી

સિહોર જીઆઇડીસી ચાર ઘાંઘળી રોડે આવેલ એક રોલિંગમિલમાં વર્કર તરીકે કામ કરતા કર્મચારીનું પાણીના ટાંકામાં પડી જતા મોત નીપજ્યું છે ઘટનાને લઈ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગના સ્ટાફ ઘટના સ્થળે પહોંચીને લાશને પાણીના ટાંકામાંથી બહાર કાઢવામાં આવી હતી અહીં રોલિંગમિલમાં વર્કર તરીકે કામ કરતા સુનિલ યાદવ જે ઉત્તર પ્રદેશમાંથી અહીંયા કામ કરવા માટે આવેલ અહીં છેલ્લા છ મહિનાથી વર્કર તરીકે કામ કરતો હતો મરણજનાર સુનિલને એક પુત્ર છે અને તેમના પિતાની સાથે અહીં રોલિંગ મિલમાં વર્કર તરીકે કામ કરવા માટે જોડાયો હતો આવ્યો હતો.

An incident at a rolling mill in Sihore GIDC 4 area, a laborer drowned in a water tank

આજે બપોરે સુનિલ યાદવ ફેક્ટરીની અંદર જોવા ન મળતા ફેક્ટરીના સુપરવાઇઝરો અને વર્કરો દ્વારા તેની શોધખોળ કરી હતી પરંતુ સુનિલ ન મળતા તેના વર્કરો દ્વારા પાણીના ટાંકા પાસે જોવા જતા ત્યાં સુનિલના કપડા અને ચપ્પલ જોઈ જ હતા તેઓએ સુપરવાઇઝરોને જાણ કરી અને પાણીના ટાંકામાં જોતા તેની લાશ પાણીના ટાંકા ઉપર તરતી હોય તેવું જોવા મળતા સુપરવાઇઝરો દ્વારા તાત્કાલિક ધોરણે પાણીનો ટાંકો ખાલી કરાવીને તેમાં જોતા તેમાં પાણીના ટાંકાની અંદર સુનિલ યાદવ નામના વર્કર ની લાશ તરતી હોવાની જાણ નગરપાલિકા અને પોલીસને કરવામાં આવી હતી અને નગરપાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓ ભાવિનભાઈ વાઘેલા, સંદીપભાઈ ગોહિલ, મિલનભાઈ મકવાણા, પાલાભાઈ પડાયા, રાજુભાઈ ચૌહાણ, વગેરે ફાયરનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચીને લાશને પાણીના ટાંકાની બહાર કાઢવામાં આવી હતી અને સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલી આપવામાં આવી હતી સમગ્ર ઘટનાને લઈ પોલીસે વધુ તપાસ આદરી છે.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!