Connect with us

Sihor

ગોકુળભાઈ આલ આયોજિત સિહોરના સણોસરા ખાતે નેત્ર નિદાન કેમ્પ યોજાયો ; 103 દર્દીઓએ લાભ લીધો

Published

on

an-eye-diagnosis-camp-was-held-at-sanosara-sihore-organized-by-gokulbhai-103-patients-benefited

દેવરાજ

માનવ સેવા એ જ પ્રભુ સેવાના સંકલ્પ સાથે સિહોરના સણોસરા ખાતે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેનો આંખને લગતી તકલીફ ધરાવતા ૧૦૩ દર્દીઓએ લાભ લીધેલ તેમજ મોતીયોના દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રવાના કરવામાં આવેલ. શુક્રવારે સણોસરાની કેન્દ્રવર્તી શાળામાં ગોકુળભાઈ આલ આયોજિત નિઃશુલ્ક નેત્ર અને મોતીયાના મેગા કેમ્પમાં 103 દર્દીઓએ લાભ લીધો હતો રણછોડદાસજીબાપુ આશ્રમ આંખની હોસ્પિટલ દ્વારા સિહોર સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં દર મહિને નેત્રયજ્ઞ યોજવામાં આવે છે.

an-eye-diagnosis-camp-was-held-at-sanosara-sihore-organized-by-gokulbhai-103-patients-benefited

ત્યારે આગામી સોમવારે સણોસરાની કેન્દ્રવર્તી શાળામાં ગોકુળભાઈ આલ આયોજિત નિઃશુલ્ક નેત્ર અને મોતીયાના મેગા કેમ્પનું આયોજન કરાયું હતું આ કેમ્પમાં અદ્યતન ફેકો પધ્ધતિથી ટાંકા વગરનું ઓપરેશન માત્ર પાંચ જ મિનિટમાં વિનામૂલ્યે કરી મફતમાં નેત્રમણિ બેસાડી આપવામાં આવે છે, સારવાર પણ કેમ્પમાં મફત છે. દર્દીએ એક રૂપિયો ખર્ચ કરવાનો રહેતો નથી. આંખના મોતીયા સિવાય જે દર્દીને આંખના પડદાની તકલીફ કે બાળકોને ત્રાસી આંખની તકલીફ હોય તેમનું નિદાન કરીને કે પૂર્વ નિદાનના આધારે કેમ્પમાં ડોકટર ચકાસણી કર્યા બાદ જરૂર જણાયે દર્દી સહમત હોય તો વિના મુલ્યે ઓપરેશન કરાવી અપાઈ છે

error: Content is protected !!