Sihor
સિહોરના ખાંભા ગામના માલધારી વૃદ્ધને ટ્રકે હડફેટ લેતા મોત – ડેડકડી ગામ નજીકની ઘટના

નિલેશ આહીર
ખાંભા ગામના વશરામભાઈ બુધેલીયા માલઢોર ચરાવી તેમના ગામ ખાંભા પરત ફરતા હતા તે વેળાએ ઉમરાળાના ડેડકડી ગામ નજીકની ટ્રકે હડફેટ લેતા ઘટના સ્થળે મોતને ભેટ્યા
સિહોરના ખાંભા ગામના માલધારી વૃદ્ધને ઉમરાળા તાલુકાના ડેડકડી ગામ નજીક કાળમુખા ટ્રકે હડફેટ લેતા ઘટના સ્થળે મોતને ભેટ્યા હતા આજે સવારના સમયે સિહોરના ખાંભા ગામે રહેતા માલધારી વશરામભાઈ બુધેલીયા જેઓ માલઢોરને ચરાવી પોતાના ઘરે પરત ફરતા હતા તે વેળાએ ઉમરાળાના ડેડકડી ગામ નજીક કાળમુખા ટ્રકે અડફેટે લેતાં તેઓનું મોત નિપજ્યું હતું.
ટ્રક ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાનું હતો. ખાંભા ગામના રહેવાસી વશરામભાઈ બુધેલીયા ઉ ૬૫ અને પરિવારમાં બે દીકરા બે દીકરીઓ ઘેટા બકરાનો વ્યવસાય કરી ગુજરાન ચલાવા અને હમણાં થોડા સમય પહેલાં જ તે તેમના પત્નીનુ અવસાન થયું હોવાનું પણ સૂત્રો માંથી વિગતો મળી છે. મૃતકને પી.એમ અર્થે ઉમરાળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતો. અક્સ્માતને લઇ હાઇવે પર ટ્રાફિક સર્જાયું હતું. ઉમરાળા પોલીસને ઘટનાની જાણ થતાં ઘટના સ્થળ પર પહોંચી ટ્રાફિક કલિયર કરાવ્યું હતું.