Connect with us

Sihor

વાવાઝોડાને કારણે સિહોરમાં ક્યારેય ન જોવાયો હોય તેવો ડરનો માહોલ : બજારોમાં ‘સ્વયંભૂ લોકડાઉન જેવો માહોલ

Published

on

an-atmosphere-of-fear-like-never-seen-in-sehore-due-to-the-storm-spontaneous-lockdown-like-atmosphere-in-the-markets

દેવરાજ

મુખ્ય બજારો અને મુખ્ય વિસ્તારોમાં લોકોની પાંખી હાજરી : સવારથી જ લોકોએ વાવાઝોડાનું અપડેટ લેવાનું શરૂ કર્યું તો દ્વારકા, જામનગર, પોરબંદર, કચ્છ સહિતના જિલ્લાઓમાં રહેતા પરિવારજનોના ખબર-અંતર પૂછયા : તંત્રની અપીલ તેમજ વાવાઝોડાની ‘તાકાત’ સમજી લોકોએ જરૂર વગર બહાર નીકળવાનું ટાળ્યું : જરૂરિયાતની વસ્તુઓનો લોકોએ અગાઉથી જ સ્ટોક કરી લીધો: હરવા-ફરવાના સ્થળોએ પોલીસ બંદોબસ્ત

સિહોર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ ઉપર ‘બીપોરજોય’ નામની વાવાઝોડારૂપી આફત ઝળુંબી રહી હતી જેને ધ્યાનમાં રાખી તંત્ર તો એક્શનમાં આવી જ ગયું હતું સાથે સાથે લોકો પણ વાવાઝોડાની ‘તાકાત’ને સમજી ગયા હોય તેવી રીતે સવારથી જ સિહોરના લગભગ તમામ વિસ્તારો સૂમસામ ભાસી રહ્યા હતા તો મોટાભાગની બજારો કે જ્યાં લોકોની આખો દિવસ અવર-જવર રહે છે ત્યાં ‘સ્વયંભૂ લોકડાઉન’નો માહોલ જોવા મળ્યો હતો.

an-atmosphere-of-fear-like-never-seen-in-sehore-due-to-the-storm-spontaneous-lockdown-like-atmosphere-in-the-markets

વાવાઝોડું સૌરાષ્ટ્ર સાથે ટક્કર લેવાનું હોવાની જાણકારી તંત્રએ ત્રણેક દિવસ પહેલાં જ આપી દીધી હોવાને કારણે તેને લોકોએ ગંભીરતાથી લઈને બહાર નીકળવાનું ટાળ્યું હતું. એકંદરે વાવાઝોડાને કારણે ક્યારેય ન જોવાયો હોય તેવો ડરનો માહોલ સિહોરમાં જોવા મળ્યો હોવાનું ચિત્ર પણ ઉપસ્થિત થયું હતું. વાવાઝોડું સાંજે સૌરાષ્ટ્રને ‘ટચ’ કરે તેવી શક્યતા હતી ત્યારે તંત્ર દ્વારા લોકોને સવારથી જ જરૂર સિવાય ઘરની બહાર નહીં નીકળવા અપીલ કરવામાં આવી હતી.

an-atmosphere-of-fear-like-never-seen-in-sehore-due-to-the-storm-spontaneous-lockdown-like-atmosphere-in-the-markets

આ અપીલને માન્ય રાખીને સવારથી જ લોકોની અવર-જવર પાંખી જોવા મળી રહી હતી. ખાસ કરીને સોની બજાર, વાસણ બજાર, મુખ્ય બજાર, વડલાચોક સહિત વિસ્તારોમાં લોકોની અવરજવર ઓછી જોવા મળી હતી આ ઉપરાંત બીજી બાજુ અનેક લોકોએ વહેલી સવારથી જ સોશ્યલ મીડિયા સહિતના માધ્યમો મારફતે વાવાઝોડાનું અપડેટ લીધે રાખ્યું હતું તો જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ સહિતના જિલ્લાઓમાં રહેતા પોતાના પરિવારજનોના ખબર-અંતર પૂછયે રાખ્યા હતા અને વાવાઝોડાને કારણે સલામત સ્થળે રહેવા જ તાકિદ કરી હતી.

Advertisement
error: Content is protected !!