Bhavnagar
ભાવનગરમાં બ્રાહ્મણ સમાજના દર્દી માટે બ્રાહ્મણોની સંસ્થા બ્રહ્મક્રાંતિ સંઘને એમબ્યુલન્સ અર્પણ કરાઈ

દેવરાજ
- હોસ્પિટલથી ઘરે જવા શહેરમાં ફ્રી સેવા અને જિલ્લામાં વ્યાજબી ભાવે મળશે સુવિધા
ભાવનગર શહેર અને જિલ્લામા વસતા ભૂદેવોને એમ્બ્યુલન્સ સેવા મળે તે હેતુથી પ્રતીક્ષાબેન ત્રિવેદી તરફથી બ્રહ્મ ક્રાંતિ સંઘ પર પસંદગી ઉતારી શિવરાત્રી પર્વને દિવસે સંતો અને બ્રહ્મ બંધુઓની ઉપસ્થિતિમાં આ એમ્બ્યુલન્સ અર્પણ કરાઇ હતી.
બ્રહ્મ પરિવારમા આકસ્મિક બીમારી આવે તો 108ની સેવા લઇ શકાય છે પરંતુ હોસ્પિટલથી જ્યારે પરત આવે ત્યારે રિક્ષા કે અન્ય વાહનની વ્યવસ્થા કરવી પડે છે તેમજ વારંવાર મોટી ઉંમરના વડીલોને રૂટિન ચેકપ કે ડ્રેસિંગ માટે લઈ જવાના થાય છે ત્યારે પણ જો વાહનની સગવડ ન હોય તેવા પરિવારોને રિક્ષા ભાડા ખર્ચવા પડે છે તેવા લોકોની વ્યથાને ધ્યાનમાં લઇ ભાવનગર શહેરમા ભૂદેવોને ફ્રી સેવા મળે અને જિલ્લામા વસતા ભૂદેવોને વ્યાજબી ભાવે આનો લાભ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.
આ એમન્યુલન્સમાં બ્રહ્મ બંધુને ડ્રાઇવર તરીકે રાખી તેને રોજગારી મળી રહે તેવું આયોજન પણ કરાયું છે, સંભવત ગુજરાતમાં આ પ્રથમ આયોજન છે. ભાવનગરના સેવાભાવી સન્નારી તથા હર હંમેશ બહેનો વડીલો તથા નિરાધારોના કોઈ પણ સેવા કાર્ય માટે તત્પર એવા ભાવનગરના દીકરી ડોક્ટર પ્રતીક્ષાબેન ત્રિવેદીએ તેમના સ્વર્ગસ્થ માતૃશ્રી અને પિતાશ્રીના સ્મરણાર્થે, એક સંપૂર્ણ સગવડતા સાથેની મોટી એમ્બ્યુલન્સ શિવરાત્રી મહાપર્વની સાંજે ભરતનગર શિવ મંદિરમાં, ભાગવત આચાર્ય સંત શ્રી અપ્પુ બાપુ બહુચર ધામના સંત શ્રી ભગવાનદાસ બાપુ ભાવનગરના કમિશનર શ્રી ઉપાધ્યાય સાહેબ ધારાસભ્ય શ્રી સેજલબેન પંડ્યા અને ભાજપના પ્રમુખશ્રી રાજીવભાઈ પંડ્યા આ વિસ્તારના કોર્પોરેટર શ્રી વર્ષાબેન બ્રહ્મ ક્રાંતિના પ્રમુખશ્રી કૌશિકભાઈ ઉપાધ્યાય રાજુભાઈ તેમજ ગ્રાહક સુરક્ષા કમિશનના પ્રમુખશ્રી જોશી સાહેબ
ખાંભા ના ડિસટીક કોર્ટના જજ શ્રી ચિરાગભાઈ ભટ્ટ મોઢ જ્ઞાતિના શ્રી વિનુભાઈ ત્રિવેદી બીમ્સ હોસ્પિટલ માટે પધારેલી ભરતભાઈ રાજ્યગુરુ ચેતનભાઇ તથા ભાવનગર સિટીઝન કાઉન્સિલના પ્રમુખ શ્રી શૈલેષભાઈ ભટ્ટ સાહેબ, શહેરના અગ્રણી વકીલ શ્રી, ડોક્ટર શ્રી તથા કૈલાશ પરિવારના સભ્યો અને વિશાળ બ્રમ્હસમાજની હાજરીમાં બ્રહ્મ ક્રાંતિ સંઘના સ્થાપક પ્રમુખ શ્રી કૌશિકભાઈ ઉપાધ્યાયને અર્પણ કરેલ કરી છે.