Connect with us

Gujarat

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખપદના અમરેલીના પરેશ ધાનાણીની ચર્ચા

Published

on

Amreli's Paresh Dhanani's discussion of the state Congress presidency
મિલન કુવાડિયા
  • કોંગી હાઇકમાન્ડ નવા પ્રમુખનો તાજ કોને પહેરાવશે? અર્જુન મોઢવાડિયા સહિત ત્રણ આગેવાનોને લઇ કોંગી રાજકારણમાં ગરમાવો
ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રમુખપદે પરેશ ધાનાણીનાં નામની અટકળો સમગ્ર રાજયનાં રાજકારણમાં જોવા મળી રહી છે. મીડિયાજગતથી લઈને નાનામાં નાના કાર્યકર સુધી પ્રદેશ કોંગી પ્રમુખ અંગે પરેશ ધાનાણી ઉપરાંત અર્જુન મોઢવાડીયા સહિત ત્રણેક નામની અટકળો ચાલી રહી છે. આર્થિક રીતે પછાત ગણાતો અમરેલી જિલ્લો રાજકીયક્ષેત્રે ગુજરાત અલગ રાજય બન્યું ત્યારથી અગ્રેસર રહૃાો છે. અમરેલીનાં પનોતા પુત્ર ડો. જીવરાજ મહેતા રાજયનાં પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા
Amreli's Paresh Dhanani's discussion of the state Congress presidency
ત્યારથી દરેક સરકારમાં અમરેલીનું પ્રતિનિધિત્વ મહત્વનું સાબિત થયું છે તો વિપક્ષ નેતાઓમાં પણ અમરેલીનું નામ ગુંજતું રહૃાું છે. અમરેલી જિલ્લાનાં કોંગી કાર્યકરો અને આગેવાનોમાં એવી પણ ચર્ચા ઉભી થઈ છે કે જો પરેશ ધાનાણી પ્રદેશ કોંગી પ્રમુખ બનેતો અમરેલી લોકસભાની ચૂંટણીનાં કોંગી ઉમેદવાર રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર રહેશે. જો કે પરેશ ધાનાણીનાં નામ અંગે ખુદ પરેશ ધાનાણીએ પણ આશ્ર્ચર્ય વ્યકત કર્યુ છે અને તેઓ આ શકયતાને હાલ નકારી રહૃાા છે.
error: Content is protected !!