Sihor
સિંહોર નગરપાલિકાની એમ્બ્યુલન્સ પોતે સારવારમાં ; તંત્રના અધિકારીઓ બેદરકાર
પવાર
- વારંવાર સામાન્ય ફોલ્ટના કારણે એમ્બ્યુલન્સ બંધ પડે છે આ કેવું.? એમ્બ્યુલન્સ વિભાગ શાસકોને બદનામ કરવાની એક તક છોડતું નથી, નવી નકોર એમ્બ્યુલન્સ વાહન વારંવાર બંધ પડે આ વાત ગળે ઉતરતી નથી,
સિહોર નગરપાલિકાના એમ્બ્યુલન્સના તંત્ર અને અધિકારીને પ્રજાની સમસ્યા સમજાતી નથી. સામાન્ય રિપેરિંગના બહાને વારંવાર એમ્બ્યુલન્સ બંધ હાલતમાં જોવા મળે એ વાત ગળે ઉતરતી નથી, સિહોર નગરપાલિકાની એમ્બ્યુલન્સ ફરી નજીવા રિપેરિંગના વાંકે બંધ હાલતમાં છે સામાન્ય માનવી કે ગંભીર અકસ્માતો જેવી બાબતમાં પણ દર્દીઓને ભાવનગર દવાખાને લઈ જવા માટે નગરપાલિકા તરફથી એમ્બ્યુલન્સ બંધ હોવાનો જવાબ મળતો હોય ત્યારે નછુટકે દર્દીઓના સગાએ ખાનગી વાહનમાં ઉંચા ભાડા ચુકવી દર્દીઓને આરામથી લઈ જવા અંગેની પુરતી સુવિધા ન હોવા છતા નછૂટકે આવા વાહનોમાં સ્નેહીજનોના દર્દીઓને લઈ જવા પડયા છે આ બાબતે સિહોરના પ્રજાજનોમાં નગરપાલિકાના એમ્બ્યુલન્સ વિભાગ પ્રત્યે ખૂબ જ આક્રોશ જોવા મળ્યો છે
ઇમરજન્સી સેવા આપતી એમ્બ્યુલન્સ ખુદ હોસ્પિટલ માં પોતે સારવાર લેવા છેલ્લા સાત દિવસ થી ગઈ છે માત્ર ૨ વર્ષ આસપાસ સરકારશ્રી દ્વારાએમ્બ્યુલન્સ ફ્લવાઈ હતી પરંતુ પાલિકા ના સુપરવાઈઝર પોતાની અણ આવડત તેમજ અમુક કહેવાતા ડ્રાઈવર ની બેદરકારી અને બેફીકરાઈને લઈ આ વાહન વારંવાર અકસ્માત કે કોઈ ફોલ્ટ ને લઈ રીપેર ના બહાને મુકવામાં આવતી હોય છે પરંતુ લોક ચર્ચાએ ચર્ચાઈ રહ્યું હોય તેમ ખાનગી એમ્બ્યુલન્સ સાથે કે ગેરેજ વાળા હોય કે કંપની સાથે મીલીભગત હોય તેમ વારંવાર રીપેરના બહાને આ દર્દી ની સેવામાં વપરાતી એમ્બ્યુલન્સને ગમે તેમ કરી રીપેર કરવા મોટું બીલ બનાવી પાલિકા ને મોટું નુકસાન કરી રહ્યા ની લોકચર્ચા ચર્ચાઈ રહી છે અને માત્ર એક એમ્બ્યુલન્સ જ કેમ રીપેર માં છાસવારે મૂકવાં આવે છે ત્યારે એમ્બ્યુલન્સ વિભાગોમાં નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમ વ્યક્તિગત ધ્યાન આપી યોગ્ય કરાવે તેવું બુદ્ધિજીવી લોકો માની રહ્યા છે