Connect with us

Gujarat

કૃષિ વીજ પુરવઠો દિવસે આપવા માટે ભાજપની સાથે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી પણ મેદાનમાં

Published

on

along-with-bjp-congress-aam-aadmi-party-are-also-in-the-fray-to-provide-agricultural-power-supply-day

બરફવાળા

  • કોંગ્રેસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને કૃષિ વીજ પુરવઠો દિવસ આપવા માટે માગણી કરી : આમ આદમી પાર્ટીએ પણ ખેડૂતોને દિવસે કૃષિ વીજ પુરવઠો આપવા માગણી કરી, નહી તો આંદોલન કરાશે

રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે ત્યારે કાતિલ ઠંડીના કારણે ચાર જેટલા ખેડૂતોના મોત નિપજી ચૂક્યા છે પહેલા સૌરાષ્ટ્રમાં પછી સિદ્ઘપુરમાં અને અરવલ્લીમાં બે ખેડૂતના મોત નિપજ્યાં છે કૃષિ વીજ પુરવઠો દિવસે આપવા માટે ખેડૂતો માગણી કરી રહ્યા છે અગાઉ ભાજપના નેતાએ ટ્વીટ કરીને કૃષિ વીજ પુરવઠો દિવસે આપવા માટે માગણી કરી હતી હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ ખેડૂતોને દિવસે કૃષિ વીજ પુરવઠો આપવા માટે માગણી કરી છે કોંગ્રેસે મુખ્યમંત્રીને પત્ર લખીને ટાઇમ ટેબલમાં ફેરફાર કરવા માટે માગણી કરી છે રાજ્યમાં ઠંડીનું કાતિલ મોજું ફરી વળ્યું છે ત્યારે ચાર ખેડૂતોના ઠંડીના કારણે મોત નિપજ્યા છે

along-with-bjp-congress-aam-aadmi-party-are-also-in-the-fray-to-provide-agricultural-power-supply-day

હવામાન વિભાગ દ્વારા હજુ પણ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે ત્યારે હજુ ઠંડી વધી શકે છે બીજી તરફ કાતિલ ઠંડીના કારણે ચાર ખેડૂતોએ જીવ ગુમાવ્યા છે ત્યારે ખેડૂતો પણ દિવસે કૃષિ વીજ પુરવઠો આપવામાં આવે તેવી માગણી કરી રહ્યા છે આ મામલે કોંગ્રેસે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને કૃષિ વીજ પુરવઠો દિવસે આપવા માટે માગણી છે બીજી તરફ આમ આદમી પાર્ટીના પ્રમુખ ઇસુદાન ગઢવીએ ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે ભાજપની સરકાર ખેડૂતો સાથે ગદ્દારી કરી રહી છે ખેડૂતોને દિવસે વીજ પુરવઠો આપવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલન કરવામાં આવશે . અગાઉ ભાજપના નેતા ભરતભાઈ કાનાબારે પણ ટ્વીટ કરીને ખેડૂતોને દિવસે વીજ પુરવઠો આપવા માટે માગણી કરી હતી ખેડૂતો પણ હવે આક્રમક લડત આપે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે .

error: Content is protected !!