Sihor
સિહોરના ગૌતમેશ્વર તળાવ પંપિંગ સ્ટેશનમાં રહેલા લાખ્ખોનો ભંગાર ચોરાયો હોવાનો આરોપ ; તંત્રમાં હડકંપ
પવાર
પૂર્વ ભાજપના નગરસેવક દીપસંગભાઈ રાઠોડની રજુઆત, પોલીસ ફરિયાદ કરવાની માંગ, ફરજમાં બેદરકારી રાખનાર સામે કાર્યવાહી કરો, લાખ્ખોનો ભંગાર ચોરી થયો તેની પોલીસમાં ફરિયાદ કરો, દીપશંગભાઈ રાઠોડ
સિહોર શહેરને પાણી પૂરું પાડતું ગૌતમેશ્વર તળાવ પાસે આવેલ પંપિંગ સ્ટેશન ખાતે રહેલા લાખ્ખો રૂપિયાનો ભંગાર બારોબાર ચોરાયો હોવાનો આરોપ થતા ભારે ચકચાર જાગી છે, અને તંત્રમાં હડકંપ મચી જવા પામ્યો છે. સિહોર નગરપાલિકાનો વહીવટ દિવસે ને દિવસે કથળી રહ્યો છે. ઘણીધોરી વગરના શાસનને કારણે રોજબરોજ વિવાદોમાં રહે છે. નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દિપસંગ રાઠોડ દ્વારા ગૌતમેશ્વર તળાવ ખાતે પંપીગ સ્ટેશનમાં રહેલા લાખ્ખોના ભંગારની ચોરી થયાનો આરોપ કર્યો છે.
નગરપાલિકાના પૂર્વ નગરસેવક દિપસંગ રાઠોડ દ્વારા આજે સિહોર નગરપાલિકાના ચીફ ઓફિસર મારકણાને રજૂઆત કરતા કરી કે ગૌતમેશ્વર તળાવના પંપીગ સ્ટેશન ખાતે તા.૧૩/૪/૨૩ ના રોજ લોખંડના પાઇપ તેમજ મોટી માત્રામાં લોખંડની ચોરી થયા અંગે ની રજૂઆત કરતા ભારે ચકચાર જાગી છે.
બેજવાબદાર ચોકીદાર તેમજ જવાબદાર કર્મચારીઓ સામે કાર્યવાહી કરવા તેમજ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરવાની પણ માંગ કરી છે. રજુઆતની સાથે પ્રશ્નોની ઝડી વરસાવી હતી. અને જવાબદારી સામે કાનૂની કાર્યવાહીની માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે ભંગાર ચોરીની રજુઆતને લઈ તંત્રના અધિકારી કર્મચારીની ઊંઘ હરામ થઈ ગઈ છે