Bhavnagar
ભાવનગરના નારી ગામે તળાવની માટીનો બારોબાર વહીવટ થતો હોવાનો આક્ષેપ
બરફવાળા
નારી ગામના જુના તળાવમાં રૂ.88 લાખના ખર્ચે ઊંડું તેમજ બ્યુટીફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે, આ તળાવની માટી ખેતરો,વાડીઓ ને બદલે જીઆઇડીસી અને હાઇવેના પુરાણમાં વપરાય છે.
જીઆઇડીસી અને હાઇવે ના કામોના ટેન્ડર અગાઉ માટી કામ સહિત મંજુર કર્યા હોય આ માટી શા માટે લેવાય છે? ૨ મીટર ને બદલે તળાવ 3 મીટર ઊંડું કરી નાખી વધુ માટીની ચોરી કરી ભ્રષ્ટાચાર થઈ રહ્યાનો ગ્રામજનોનો આક્ષેપ ; કમિશનર કહે છે કોઈ માટી બરોબર નથી જઇ રહી,નિયમ અનુસાર સરકારી કામમાં આ માટી વાપરી શકાય.
ભાવનગર જિલ્લામાં સુજલામ સુફલામ્ યોજના અંતર્ગત જળ સંચયના અનેક કર્યો હાથ ધરવામાં આવ્યા છે, જે અંતર્ગત શહેરમાં સમાવેશ કરાયેલા નારી ગામ ખાતે મોક્ષ મંદિર નજીક આવેલા નારી ગામના જુના તળાવના બ્યુટીફિકેશન અને ઊંડું ઉતારવા માટે સુજલામ સુફલામ્ યોજના અંતર્ગત 88 લાખના ખર્ચે કામગીરી કરવામાં આવી રહી છે, જે તળાવની માટી ઉપાડવા માટે નેશનલ હાઇવેને પરમિશન આપવામાં આવી છે, આ તળાવને માત્ર બે મીટર ઊંડું ઉતારવાનું હતું, પરંતુ હાલ આ તળાવની માટી લેવા માટે 3 મીટર કરતા વધુ ઊંડું ઉતારી દેવામાં આવ્યું છે, જેમાં હાલ પણ માટી ઉપડવાં ની કામગીરી ચાલી રહી છે, તળાવમાંથી નીકળતી માટી ખૂબ ફળદ્રુપ હોય છે જે વાડી ખેતરોમાં પાથરવા થી જમીન પણ ફળદ્રુપ બને છે અને સારો પાક લેવામાં ખેડૂતોને મદદરૂપ થાય છે, પરંતુ આ માટે ખેડૂતો ને આપવાને બદલે સીધી બારોબાર કોન્ટ્રાકટર દ્વારા GIDC અને હાઇવે બનાવવાના પુરાણ માટે આપી દેવામાં આવે છે, જે બાબત ને લઈને સ્થાનિકો અને ખેડૂતો દ્વારા વહીવટી તંત્રને રજૂઆત કરી આ માટી વાડી, ખેતરો માટે આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. નારી ગામના તળાવની જે ઊંડું ઉતારવાની કામગીરી થઈ રહી છે, તેમાં ખેડૂતોને માટી ઉપાડવા માટે કોઈ ના પાડવામાં આવી જ નથી, ખેડૂતો પોતાના ખર્ચે અને જોખમે જોઈએ તે મુજબ માટી લઈ શકે છે, દરમ્યાન સરકારની સુચના મુજબ જળ સિંચન થતું હોય તો 31 મે સુધી તેને માટી ઉપાડવા પરવાનગી આપી શકાય તે મુજબ કોન્ટ્રાકટરને પોતાના ખર્ચે અને જોખમે માટી ઉપાડવા પરવાનગી આપી છે, તેમજ માટી બારોબાર વહી જતી હોવાની બાબત કમિશનરે નકારી હતી.