Bhavnagar
ભાવનગર જિલ્લામાં ડુપ્લીકેટ રેશનકાર્ડ કૌભાંડ ચાલતું હોવાનો આક્ષેપ : હાઇકોર્ટમાં પીઆઈએલ

બરફવાળા
વધુ એક કૌભાંડ
આ કૌભાંડમાં એક જ કુટુંબના નામે બે રેશનકાર્ડ : એડવોકેટ પ્રશાંત ચાવડા
ભાવનગર જિલ્લામાં ડુપ્લીકેટ રેશનકાર્ડ કૌભાંડ ચાલતું હોવાનો આક્ષેપ થયો છે. જે અંગે હાઇકોર્ટમાં પીઆઈએલ દાખલ થઈ છે. આ કૌભાંડમાં એક જ કુટુંબના નામે બે રેશનકાર્ડ હોવાનો દાવો પીએઆઈએલ દાખલ કરનાર અરજદારના એડવોકેટ પ્રશાંત ચાવડાએ કર્યો છે. એડવોકેટ દ્વારા પીઆઈએલ અંગે વિગત આપતા જણાવાયું છે કે, ભાવનગર જિલ્લામાં પ્રચંડ પ્રચલિત રેશનકાર્ડ કૌભાંડ દ્વારા છેતરપિંડી કરવામાં આવી રહી છે. તેવા લોકોના સામાન્ય હિતમાં અરજી કરવામાં આવેલ છે. આ કૌભાંડ એ પ્રકારનું છે જેમાં એક જ વ્યક્તિ કુટુંબના નામે બે રેશનકાર્ડ બનાવીને સરકારી નીતિઓનો ગેર લાભ ઉઠાવી સરકાર અને સામાન્ય જનતા સાથે છેતરપિંડી થઇ રહી છે.
આ કૌભાંડમાં આવી વ્યક્તિઓ સાથે વિક્રેતાઓ અને દુકાન માલિકો અને સરકારી અધિકારીઓ પણ સંડોવાયેલા હોવાનું પણ જણાય છે. કૌભાંડમાં ડુપ્લિકેટ રેશનકાર્ડ બનાવવા, એક જ વ્યક્તિ ના બે રેસન કાર્ડ બનાવવા ,અસ્તિત્વમાં ન હોય તેવી વ્યક્તિઓને રેશનકાર્ડ આપવા, કુટુંબના સભ્યોના હોય તેવા નામોનો રરેસન કાર્ડમાં ઉમેરો કરવો અને સરકારી દસ્તાવેજો બનાવટી બનાવવાનો સમાવેશ થાય છે. અન્ય બાબતોની સાથે ડુપ્લિકેટ રેશન કાર્ડ બનાવવા સરકારી રાશનની દુકાનોના વેચાણકર્તાઓ દ્વારા વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયાની માહિતી પ્રાપ્ત થયેલ છે .જે બાબતના તમામ દસ્તાવેજી પુરાવા સાથે હાલની પીઆઈએલ દાખલ કરવામાં આવેલ છે. કરોડોનું એક મોટું કૌભાંડ ચાલી રહ્યું છે, જેમાં પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સ્કીમ (પીડીએસ) હેઠળ ગરીબો માટેના અનાજને રેશનની દુકાનના માલિકો અનાજના જથ્થાનો ખોટો સંગ્રહ કરીને ખુલ્લા બજાર તરફ વાળવામાં આવી રહ્યું છે. આ કૌભાંડ બાબતની ભાવનગર કલેકટર – એસપીને પણ ભૂતકાળમાં રજૂઆત કરવામાં આવેલ હતી. તેમ એડવોકેટ પ્રશાંત ચાવડાએ જણાવ્યું છે.