Connect with us

Sihor

સિહોર નગરપાલિકાની માલિકી જગ્યામાં બાંધકામ થતું હોવાની રજુઆત – તત્કાલ પગલાં લેવાની માંગ

Published

on

Allegation of construction going on in Sihore Municipality owned premises - Demand for immediate action

પવાર
સિહોર નગરપાલિકાની માલિકી જગ્યામાં બાંધકામ થતું હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. સમગ્ર મામલે રજુઆત થઈ છે અને બાંધકામ બંધ કરાવી પગલાં લેવાની માંગ ઉઠી છે. વસાયા અસગરભાઈ હૈદરભાઈના માલિકીના મકાનમાં ગેરકાયદેસર બાંધકામ કરનાર ગુલામ અબ્બાસ સામે કાર્યવાહી કરવાની રજુઆત થઈ છે સિહોરના વેપારી અગ્રણી વસાયા અસગરભાઈ હૈદર ભાઈ પરિવાર સાથે પ્રસંગોપાત્ત બહારગામ ગયેલ હોય ત્યાર બાદ પાછળ થી મકાન તોડી અને જમીનદોસ્ત કરી નાખેલ વધુ માં આ જમીન અંગે નામદાર કોર્ટ માં દીવાની કેસ નં.૧૬૧/૨૦૧૬ થી જમીન અંગે નો કેસ ચાલતો હોય કોઈપણ ચુકાદો આવ્યા વગર જમીન દોસ્ત કરી અને કોર્ટ મેટર હોય તેમજ સિહોર નગરપાલિકા ની બાંધકામ ની મંજુરી વગર બાંધકામ કરતા હોય જે અંગે આજ રોજ સિહોર નગરપાલિકા ના જાગૃત પૂર્વ પ્રમુખ તેમજ ( નોટરી ધારાશાસ્ત્રી) દિપસંગભાઈ રાઠોડ ને સાથે રાખી વસાયા અસગરભાઈ, તેમજ અનવરખાન બ્લોચ આજ રોજ સિહોર નગરપાલિકા ના ચીફ ઓફિસર મારકણા ને લેખિત રજૂઆત કરવામાં આવી હતી

Allegation of construction going on in Sihore Municipality owned premises - Demand for immediate action

વધુ માં એડવોકેટ દિપસંગભાઈ રાઠોડ દ્વારા જણાવેલ કે આ અગાઉ તા.૨/૩/૨૩ ના રોજ પાલિકા જનસંપર્ક અધિકારી કચેરી માં પણ ઇન્વર્ડ કરવામાં આવેલ અને એક માસ થી વધુ થવા છતાં પાલિકા દ્વારા કોઈ નક્કર કામગીરી નહિ કરતા ત્યારે કોર્ટ મેટર હોવા છતાં આ કહેવાતા ગુલામ અબ્બાસ હૈદરભાઈ એ તક નો લાભ લીધો હોય અથવા તંત્ર સાથે મીલીભગત કરી હોવાની આશંકા સેવાઈ રહી હોય જે અંગે ના છૂટકે પાલિકા માં એડવોકેટ તેમજ રાજકીય નેતા દિપસંગભાઈ રાઠોડ ની ધારદાર રજૂઆત ને લઈ પાલિકા ના ચીફ ઓફિસર મારકણા તેમજ એન્જિનિયર નીતિનભાઈ પંડ્યા સહિત બાંધકામ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી ખાત્રી આપી હતી

error: Content is protected !!