Connect with us

Gujarat

ભાવનગર સહિત આખા ગુજરાતમાં દારૂ પીને વાહન ચલાવતાં નશેડીઓનું આવી બનશે : પોલીસનું ‘આક્રમક’ ચેકિંગ

Published

on

all-over-gujarat-including-bhavnagar-drunk-driving-will-become-like-this-aggressive-checking-by-police

બરફવાળા

  • અમદાવાદમાં બનેલી દૂર્ઘટનાના ઘેરા પડઘા : DGP વિકાસ સહાયે તમામ પોલીસ કમિશનરો તેમજ રેન્જ આઈજી-જિલ્લા પોલીસવડાઓ સાથે યોજેલી વીડિયો કોન્ફરન્સમાં એક મહિના સુધી ડ્રન્ક એન્ડ ડ્રાઈવ વિરુદ્ધ ઝુંબેશ ચલાવવા આપ્યો આદેશ, વડાપ્રધાનના ગુજરાત આગમન તેમજ મોહર્રમના તહેવારને લઈને કોઈ પ્રકારનો અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસને એલર્ટ રહેવા નિર્દેશ

અમદાવાદના લોકોએ સ્વપ્નમાં પણ ક્યારેય ન વિચારી હોય તેવી ગોઝારી ઘટના એસ.જી. હાઈ-વે ઈસ્કોન નજીક આકાર લઈ જવા પામી છે જેમાં બેફિકરાઈથી 150થી વધુ સ્પીડે યમરાજ બનીને આવેલી જેગુઆર કારે દસ-દસ લોકોના જીવ હણી નાખ્યા છે. આ ઘટનાને અંજામ આપવામાં બિગડેલ બાપનો નબીરો તથ્ય પટેલ સહિતના જવાબદાર છે ત્યારે તેમને તો જેલમાં ધકેલી જ દેવામાં આવ્યા છે. સાથે સાથે અમદાવાદ જ નહીં બલ્કે રાજ્યના એક પણ શહેર કે જિલ્લામાં આવી ઘટના આકાર ન લઈ જાય તે માટે પોલીસ દ્વારા અત્યારથી જ પગલાંઓ ઉઠાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. દરમિયાન ગત સાંજે ડીજીપી વિકાસ સહાય સહિતના અધિકારીઓએ દરેક શહેરના પોલીસ કમિશનર તેમજ રેન્જ આઈજી-પોલીસવડાઓ સાથે યોજેલી વીડિયો કોન્ફરન્સમાં એવો આદેશ આપ્યો છે કે આજથી એક મહિના સુધી ડ્રન્ક એન્ડ ડ્રાઈવ મતલબ કે દારૂ પીને વાહન ચલાવતાં તત્ત્વોને પકડીને તેમને કડકમાં કડક સજા કરવામાં આવે. આ ઉપરાંત આગામી સમયમાં વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે

all-over-gujarat-including-bhavnagar-drunk-driving-will-become-like-this-aggressive-checking-by-police

જેમાં તેઓ રાજકોટ ઉપરાંત ગાંધીનગરમાં બે દિવસ રોકાણ કરવાના હોવાથી આ વેળાએ તેમની સુરક્ષા-વ્યવસ્થામાં કોઈ જ પ્રકારની કચાશ ન રહી જાય તે માટે સ્થાનિક પોલીસ અધિકારીઓને એલર્ટ રહેવા તાકિદ કરવામાં આવી છે. સાથે જ મોહર્રમનો તહેવાર ચાલી રહ્યો હોવાથી તેમાં કોમી એખલાસ જળવાઈ રહે અને શાંતિમાં પલિતો ન ચંપાઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવા સૌ અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યો છે. દરમિયાન અમદાવાદ જેવી ઘટના એક પણ જિલ્લા-શહેરમાં ન બને તે માટે આજથી એક મહિનાની સ્પેશ્યલ ડ્રાઈવ યોજવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ડ્રાઈવ અંતર્ગત પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવશે જેમાં પૂરપાટ ઝડપે દોડતા બાઈક-કાર સામે આકરામાં આકરી કાર્યવાહી કરવામાં આવશે તો સ્ટંટ કરીને લોકોના જીવ જોખમમાં મુકનારા લોકોને જેલભેગા કરી દેવામાં આવશે. ડીજીપીની વીડિયો કોન્ફરન્સ પૂર્ણ થતાંની સાથે જ અમદાવાદ પોલીસે કડક ચેકિંગ શરૂ કરી દીધું હતું. અમદાવાદમાં મોડીરાત સુધી કેફે ધમધમતા હોય છે ત્યારે અકસ્માત બાદ કેફે ઉપર આકરી કાર્યવાહી કરવામાં આવી શકે છે. મોડીરાત સુધી ધમધમતા કેફેમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ અને પાર્ટીના આયોજનોને લઈ એસઓજી તેમજ ક્રાઈમ બ્રાન્ચે સિંધુ ભવન રોડ, થલતેજ રોડ, એસજી હાઈ-વે પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ સાથે જ પીધેલાઓને પકડત્તા માટે ડ્રન્ક એન્ડ ડ્રાઈવ માટે ખાસ ચેકિંગ હાથ ધરાયું હતું. પોલીસ દ્વારા સ્પીડોમીટર અને બ્રેથ એનેલાઈઝર દ્વારા વાહન ચાલકોની તપાસ હાથ ધરવામાં આવી હતી.

Continue Reading
Advertisement
error: Content is protected !!