Palitana
નવ ટુંકમાં આવેલ અજીત-શાંતિ ભગવાનની દેવકુલિકા પાસે લાકડાનો કલાત્મક મંડપ ખુલ્લો મુકાશે
પવાર
- રવિવારે શત્રુંજય તીર્થની છ ગાઉની યાત્રામાં : છ ગાઉની યાત્રાની વ્યવસ્થામાં 1000 યુવાનોની ફોજ જોડાશે : શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી
આગામી તા. પના રવિવારના પાલીતાણા મુકામે પરમ પવિત્ર તિર્થરાજ શ્રી શત્રુંજય ગિરિરાજની યાત્રા લાખો ભાવિકો દ્વારા કરવામાં આવશે. વર્ષોની પરંપરા અનુસાર આ યાત્રા માટે દેશ વિદેશમાંથી યાત્રાળુઓ આવી ગરમી હોવા છતાં પણ શ્રધ્ધાપૂર્વક આગલા દિવસે પાલીતાણામાં આવી જાય છે અને ફાગણ સુદ-13ના દિવસે વહેલી સવારે યાત્રાનો પ્રારંભ કરે છે. આખા વર્ષમાં થતી યાત્રાઓ પૈકી આ યાત્રામાં સૌથી વધુ યાત્રીકો એટલે કે લગભગ 75000 થી 1,00,000 યાત્રીકો યાત્રા કરતા હોય છે. પાલીતાણા શહેરમાં આવેલ જય તળેટી શ્રી પ્રારંભ કરીને ગિરિરાજ ઉપર દાદા આદેશ્વર ભગવાનના દર્શન કરી પાછળની બાજુમાં એટલે ઉખલાજળ, ચંદન તલાવડી, ભાડવા ડુંગર પર રહેલ ચરણપાદુકાના દર્શન કરી પાછા આદપુર ગામમાં આવેલ સિધ્ધવડ ખાતે યાત્રા પૂર્ણ થતી હોય છે. આ અનુસંધાને આટલી મોટી સંખ્યામાં યાત્રાળુ આવતા હોય પ્રશાસન તરફથી શહેરીજનો તરફથી ગ્રામજનો તરફથી તેમજ શેઠ આણંદજી કલ્યાણજી પેઢી પાલીતાણા અમદાવાદ દ્વારા ખુબ જ સુંદર અને સરાહનીય વ્યવસ્થા ગોઠવવામાં આવે છે.
સિધ્ધવડ મુકામે યાત્રાળુઓની ભકિત માટે આ વર્ષે 9પ પાલોનું આયોજન કવરામાં આવેલ છે જેમાં પધારેલ દરેક ભાવિકોની સુંદર રીતે ભકિત ભોજનનો ભારત વર્ષના વિવિધ ગામોના સંઘો ખુબ જ ઉલ્લાસપૂર્વક ભાગ લઇ રહ્યા છે. શ્રી જય તળેટી ખાતે તેમજ સિધ્ધવડ ખાતે જરૂરી તમામ વ્યવસ્થા જેવી પ્રાથમિક આરોગ્ય, એમ્બ્યુલન્સ, ફાયર ફાઇટર, સીસીટીવી કેમેરા, સિકયુરીટી વિ.ની વ્યવસ્થા પેઢી દ્વારા કરવામાં આવેલ છે તેમજ પોલીસ તંત્ર તે પણ ખુબ તાકીને સારી વ્યવસ્થા ગોઠવાય તે માટે કમર કસી છે.વિશેષ આકર્ષણ સ્વરૂપે ગિરિરાજ ઉ5ર નવ ટુંકમાં આવેલ શ્રી અજીતશાંતી ભગવાનની દેવ કુલીકા પાસે એક લાકડાનો કલાત્મક મંડપ કાયમી માટે તૈયાર કરવામાં આવેલ છે. જે આ દિવસથી દર્શનાર્થીઓ માટે વિશેષ સુવિધા મળે તે હેતુથી ખુલો મુકવામાં આવશે. ગામ ગામના સ્વયંમ સેવક મંડળો યાત્રાળુઓની સુવિધા સચવાય રહે, ધકકા મુકકી વિગેરે થાય નહીં લાઇનમાં સમયસર બધાને દર્શન થાય કોઇ અઘટીત ઘટના ન બને તે માટે લગભગ 1000 યુવાનોની ટીમ શનિવાર સાંજથી વ્યવસ્થામાં જોડાશે. તેમ આણંદજી કલ્યાણજીની પેઢી દ્વારા જણાવાયું છે.